આણંદ

આણંદમાં દુકાનો ખુલ્લી રાખી તેમજ માસ્ક નહી પહેરી જાહેરનામાનો ભંગ કરતા વેપારીઓ દંડાયા

આણંદ, તા. ૨૨
ચીખોદરા ચોકડી પર ગઈકાલે મોડી સાંજના સાડા છ વાગ્યાના સુમારે રીક્ષા ચાલક ગીરીશભાઈ મણીલાલ રોહિત રહે. સરકારી દવાખાના સામે સારસનાઓને પોતાની રીક્ષામાં પાંચ થી વધુ મુસાફરો બેસાડી મુસાફરો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવતા આણંદ ગ્રામ્ય પોલીસે ગીરીશભાઈ મણીલાલ રોહિત વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ચીખોદરા ચોકડી પાસે સીએનજી રીક્ષાના ચાલક જ્યંતિભાઈ રમેશભાઈ ગોહેલ રહે. રુપાપુરા આણંદનાઓએ પોતાની સીએનજી રીક્ષામાં પાંચથી વધુ મુસાફરો બેસાડ્યા હતા અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા પોલીસે તેઓની પુછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.જેથી આણંદ ગ્રામ્ય પોલીસે જયંતિભાઈ રમેશભાઈ ગોહેલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદની ચીખોદરા ચોકડી પાસે આણંદ ગ્રામ્ય પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. ત્યારે રીક્ષા ચાલક ગુણવંતભાઈ રાવજીભાઈ પરમારે પોતાની સીએનજી રીક્ષામાં પાંચથી વધુ મુસાફરો બેસાડી મુસાફરો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવતા આણંદ ગ્રામ્ય પોલીસે ગુણવંતભાઈ રાવજીભાઈ પરમાર રહે. પવણીયુ પરુ ગાડા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ શહેરમાં સવારના ૯ થી ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા અંગે જાહેરનામુ અમલમાં હોવા છતાં સો ફુટ રોડ ઉપર કેપટાઉન કોમ્પલેક્ષની સામે અનવરભાઈ આદમભાઈ વ્હોરાનાઓએ પોતાની વેસ્ટ કલેકશન સેન્ટર નામની ભંગારની દુકાન ત્રણ વાગ્યા બાદ ખુલ્લી રાખી ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવતા પીએસઆઈ જે. કે. ભરવાડે આરોપી અનવરભાઈ આદમભાઈ વ્હોરા રહે. આનંદ સોસાયટી સો ફુટ રોડ આણંદ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ શહેરમાં બપોરે ત્રણ વાગ્યા બાદ શહેરમાં સો ફુટ રોડ ઉપર  હિમાલીયા હાઈટ્‌સ પાસે નીલકંઠ પાર્લર નામની પાન મસાલાની દુકાન ખુલ્લી રાખી ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ નહી રાખવી જાહેરનામાનો ભંગ કરતા ખંજન સુરેશભાઈ ઠક્કર રહે. પાર્થવીલા ઉમા ભવન પાછળ આણંદની વિરુદ્ધ પીએસઆઈ જે. કે. ભરવાડે આણંદ ટાઉન પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ શહેરમાં કોરોના સંક્રમણને લઈને દુકાન કે લારી ગલ્લા પર  સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અંગે જાહેરનામુ અમલમાં હોવા છતાં આણંદ શહેરમાં જુના બસ સ્ટેન્ડ સામે સ્વાદ નાસ્તા હાઉસની લારી પાસે સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવતા પોલીસે સોહીલભાઈ મુસ્તુફાભાઈ વ્હોરાનાઓના ફોટા કેમેરામાં કેદ થઈ વાયરલ થયેલા હોય આ બનાવ અંગે પોલીસે  જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ શહેરમાં આણંદ વિદ્યાનગર રોડ પર બીગ બજાર પાસે બપોરના ત્રણ વાગ્યા બાદ ભવાની ચોરાફળી નામની લારી ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરતા સુરેશભાઈ જગદીશભાઈ પ્રજાપતિ રહે. પૌવા મમરાની ફેકટરી પાસે ગાયત્રીનગર સોસાયટી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ શહેરમાં સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા અંગે જાહેરનામુ અમલમાં હોવા છતાં ગોપી ટોકીઝ રોડ ઉપર હરીજન કોલોની સામે લક્ષ્મણભાઈ કનુભાઈ ચાવડાએ બપોરે ત્રણ વાગ્યા બાદ પોતાનું જગદંબા પાન હાઉસ નામનો ગલ્લો ખુલ્લો રાખી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે લક્ષ્મણભાઈ કનુભાઈ ચાવડા રહે.અક્ષર ફાર્મ રોડ સંતરામ સોસાયટી આણંદ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ શહેરમાં જાહેરનામા અનુસાર સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા અંગે જાહેરનામુ અમલમાં હોવા છતાં શહેરમાં સો ફુટ રોડ ઉપર રોયલ રેડીયમ આર્ટ નામની દુકાન રાત્રીના ૮ વાગ્યા સુધી ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરતા આ બનાવ અંગે પોલીસે દુકાનના માલિક માસુમ સફીમહમંદ વ્હોરા રહે. રોજીના પાર્ક ભાલેજ રોડ આણંદ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ શહેરમાં કોરોના વાયરસને લઈને માસ્ક પહેરવું ફરજીયાત હોય તેમજ રાત્રે ૮ વાગ્યા બાદ કરફ્યુ હોવા છતાં શહેરમાં પરીખ ભુવન વિસ્તારમાં આશીર્વાદ ફળિયા પાસે કાંતિભાઈ ઉર્ફે નીલ લક્ષ્મણભાઈ મારવાડી માસ્ક પહેર્યા વિના જાહેર રોડ ઉપર ફરતો હોય પોલીસે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ શહેરમાં રાત્રીના પોણા નવ વાગ્યાના સુમારે કરફ્યુનો અમલ ચાલુ હોવા છતા ઈસ્માઈલનગર રેલ્વે ફાટક પાસે પ્રવિણભાઈ ચંદુભાઈ હરીજન માસ્ક વિના ફરતો હોય પોલીસે તેની વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button