નવી દિલ્હી

૭મી જૂનથી નવું શૈક્ષણિક સત્રઃ પાઠપુસ્તકો બદલાશે

અમદાવાદ,તા.૨૪
કોરોનાનું સંક્રમણ ઓછું થઇ રહ્યું છે ત્યારે હવે આગામી ૭ જુનથી રાજયની સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર થવાના સંકેતો જણાઈ રહ્યાં છે. શિક્ષણ વિભાગ દ્રારા ધોરણ.૩થી ધો.૧૨ સુધીમાં ૧૮ જેટલા વિષયના અંદાજે ૫૧ જેટલા પાઠયપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે નવા શૈક્ષણિક સત્રથી નવા બદલાયેલા પુસ્તકો વિધાર્થીઓને ભણાવાશે.
સમયાંતરે પાઠયપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. બે વર્ષ પહેલા પણ મોટા પ્રમાણમાં પુસ્તકો બદલવામાં આવ્યાં હતા. રાજ્‌યમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ–૩થી ધોરણ–૧૦ અને ધોરણ–૧૨ના નવા ૫૧ જેટલા પુસ્તકો અભ્યાસક્રમમાં અમલમાં આવશે. જેમાં ધોરણ–૯ના ૫, ધોરણ–૭ના ૩, ધોરણ–૩ના ૧, ધોરણ–૪ના ૧, ધોરણ–૫ના ૨, ધોરણ–૬ના ૨, ધોરણ–૮ના ૨, ધોરણ–૧૦ના ૧ અને ધોરણ–૧૨ના ૧ વિષયના પુસ્તકમાં ફેરફર કરવામાં આવ્યો છે. પુસ્તકો બદલાયા બાદ પ્રિન્ટ પણ થઇ ચુકયા છે અને સંભવત બજારમાં પણ મળી રહ્યા હોવાનું જાણવા મળે છે.
પાઠય પુસ્તક મંડળ દ્રારા ધોરણ–૯ અને ધોરણ–૧૧ના નવા પુસ્તકો ૨૦૧૬માં તૈયાર કરવામાં આવ્યા હતા. જાે કે તેમાં કેટલાક પુસ્તકો ૨૦૧૭માં તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ–૧૦ અને ધોરણ–૧૨માં પણ નવા પુસ્તકો ૨૦૧૭માં અમલમાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button