આણંદ

પેટલાદ ખાતે ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓકસીજન પ્લાન્ટ અને આરટીપીસીઆર લેબનું તા. ૨૮મીએ લોકાર્પણ કરાશે

આણંદ, તા. ૨૭
પેટલાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓકસીજન મળી રહે તે માટે સ્વામી સચ્ચીદાનંદ મહારાજે એક મિનિટમાં ૨૦૦ લીટર ઓકસીજન તૈયાર કરે તૈયાર પ્લાન્ટ બનાવવા માટે ૩૫ લાખનું દાન જાહેર કર્યું હતું. થોડાક જ દિવસોમાં હોસ્પિટલમાં પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવે છે અને તેની સાથે સાથે હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ થઈ શકે તે માટે આરટીપીસીઆર લેબ પણ તૈયાર કરવામાં આવી છે. તેનું લોેકાર્પણ તા. ૨૮મી મે ના રોજ સવારે દસ કલાકે કરવામાં આવશે. આરટીપીસીઆર લેબ પણ તૈયાર કરવામાં આવી દીધી છે તેનું પણ સાથે સાથે લોકાર્પણ કરવામાં આવશે.  આ પ્રસંગે દંતાલી આશ્રમના સ્વામી સચ્ચીદાનંદ, કલેકટર આર. જી. ગોહીલ, સાંસદ મિતેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button