નવી દિલ્હી

દરેક રાજ્યોમાં બાળકોને કોરોનાથી બચાવવા માટે અલાયદી વ્યવસ્થા કરવા આદેશ

દિલ્હી,તા.૨
કોરોનાની બીજી લહેર મે મહિનામાં ભારે હાહાકાર મચાવી ચુકી છે અને હાહાકાર હજુ જારી છે. હવે નવી ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છેકે જાે કોરોના વાયરસ વધુ રૂપ બદલશે તો ત્રણ ટકા બાળકો તેના સકંજામાં આવી શકે છે. તમામ બાળકોની તબીબી સારવાર માટે વ્યવસ્થા પહેલાથી જ રાખવા માટે તમામ રાજ્યોને આદેશ આપી દેવામાં આવ્યા છે. કોરોના ખતરનાક રીતે બાળકોને પણ સકંજામાં લઇ શકે છે. ત્રણ ટકા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી શકે છે. પ્રથમ વખત સરકારે કબુલાત કરી છે કે જાે વાયરસ રૂપ બદલશે તો બાળકોને ખતરો વધી શકે છે. પરેશાની વધી શકે છે. બાળકો માટે અલગથી તબીબી નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. રાજ્યોને ઝડપથી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હાલમાં મોટા ભાગે અસરગ્રસ્ત બાળકો લક્ષણવગરના છે. પરંતુ વાયરસ રૂપ બદલશે તો ખતરો વધી શકે છે. સરકારે હવે નવા અભ્યાસ બાદ બાળકોને લઇને તૈયારી શરૂ કરી છે. હોસ્પિટલમાં અલગથી બાળકો માટે વ્યવસ્થા વધારી દેવા પર ભાર રહેશે. બાળકોને રક્ષણ આપવા માટે અત્યારથી જ કામ કરવાની જરૂર છે. જાે કે ટાસ્ક ફોર્સે કહ્યુ છેકે મોટાની જેમ નાના બાળકોને પણ બચાવી શકાય છે. માતાપિતા સાવધાન રહે ેતે જરૂરી છે. બાળકોમાં હાલ મલ્ટી સિસ્ટમ ઇમ્ફ્લેમેટ્રી સિન્ડ્રોમની તકલીફ જાેવા મળી રહી છે. આ બિમારી કોરોના થયાબાદ જાેવા મળે છે. બાજુ કોરોનાની બીજી લહેર કમજાેર પડી ગયા બાદ હવે કેટલાક રાજ્યોમાં કઠોર નિયંત્રઁણોેને હળવા કરવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકોને વધારે રાહત મળી શકે છે. કેટલાક રાજ્યો સ્થિતીને ધ્યાનમાં લઇને નિર્ણય કરી રહ્યા છે.. દિલ્હીમાં અનલોકની શરૂઆતથઇ ચુકી છે. કારખાનાના માલિકો પહેલાથી જ શ્રમિકો અને કાચા માલને લઇને પરેશાન છે. દિલ્હી, મધ્યપ્રદેશ, યુપી, હરિયાણા સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ઘટતા લોકડાઉન બાદ હવે અનલોકની પ્રક્રિયા ઝડપથી આગળ વધી ગઇ છે. નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવી છે. કોરોનાની બીજી વિનાશકારી લહેરનો પીક સમય હવે નિકળી ગયો છે અથવા તો નિકળી રહ્યો છે. દરરોજ મળી રહેલા કેસોની સંખ્યા બે લાખ કરતા નીચે પહોંચી ગઇ છે. સાથે સાથે તપાસ સંક્રમણનો આંકડો ૨૦ ટકા કરતા નીચે પહોંચી ગયો છે. જેના આધાર પર આ વાત કરી શકાય છે. અલબત્ત હજુ મોતનો ગ્રાફ ઉંચો હોવાથી સાવધાની રાખવાની જરૂર છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button