BreakingCoronaઆણંદગુજરાત

ગુજરાતમાં ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની પદ્ધતિ કરાઈ જાહેર: જાણો શું હશે પદ્ધતિ અને ક્યારે મળી જશે પરિણામ

ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે.

ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે​​​​

Advertisement
  • ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે
  • ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ
  • ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે
  • ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે
  • શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે


8.60 લાખ પાસ થશે અને 7 લાખ બેઠક હોવાથી પ્રવેશ સમસ્યા થશે
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે.
આ પહેલા ધોરણ 1થી 9 અને 11ને માસ પ્રમોશન આપ્યું હતું એટલું જ નહિ, ધોરણ 1 થી 9 અને ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button