Anand

બોરીયાવીમાં તબેલામાં બીરયાનીની મિઝબાની માણતા પાંચ ઝડપાયા

આણંદ,તા.૧૬
આણંદ તાલુકાનાં બોરીયાવી ગામની સીમમાં આવેલા તબેલામાં બિરયાની બનાવી મિઝબાની માણવા માટે પાંચ જણા એકત્ર થયા હોવાની બાતમીનાં આધારે આણંદ ગ્રામ્ય પોલીસે છાપો મારીને રાંંધેલા માંસ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડી તેઓની વિરૂદ્ધ જાહેરનામાંનાં ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર બોરીયાવી ગામની સીમમાં આવેલા તબેલામાં કેટલાક લોકો બિરયાની બનાવવા માટે માંસ રાંધી રહ્યા હોવાની બાતમી આણંદ ગ્રામ્ય પોલીસને મળતા આણંદ ગ્રામ્ય પોલીસે બોરીયાવી ગામની હાથીયા તલાવડી સીમમાં અલ્તાફભાઈ યુસુફભાઈ વ્હોરાનાં તબેલામાં છાપો મારીને બિરયાની બનાવી મિઝબાની માણવા માટે એકત્ર થયેલા અલ્તાફભાઈ યુસુફભાઈ વ્હોરા રહે. બોરીયાવી નવી પાણીની ટાંકી પાસે,મહમંદ સાહીલ ઉર્ફે અલ્ફાજ ઈમ્તીયાઝભાઈ વ્હોરા ,મહમદ ફરહાન ઉસ્માનગની વ્હોરા રહે.આણંદ, અલ્ફાજ સિકંદરભાઈ વ્હોરા રહે. આણંદ, સમીરભાઈ સલીમભાઈ વ્હોરા રહે.બોરીયાવીને ઝડપી પાડી તબેલામા ચુલા પર તપેલામાંથી ત્રણ કિલો જેટલું રાંધેલુ માંસ કબ્જે કરી આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે પકડાયેલા પાંચ આરોપીઓ વિરૂદ્ધ જાહેરનામાનાં ભંગ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button