આણંદ

આણંદ શહેરમાં અમુલ હાઈટ્‌સ પાસે સોસાયટીમાં સરનામું પુછવાના બહાને સોનાનો અછોડો તોડી બાઈકસવાર ફરાર

આણંદ, તા. ૯
આણંદ શહેરમાં ગણેશ ચોકડી નજીક અમુલ હાઈટ્‌સ પાસે આવેલી કૃષ્ણ કોલોનીમાં રહેતી મહિલા પોતાના બંગલાની બહાર કચરો વાળી રહી હતી ત્યારે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા યુવકો મહિલાને સરનામું પુછવાના બહાને ગળામાંથી બે તોલાનો સોનાનો અછોડો તોડી ફરાર થઈ જતા આ બનાવ અંગે મહિલાએ ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરમાં ગણેશ ચોકડી નજીક કૈલાસ ફાર્મ રોડ ઉપર અમુલ હાઈટ્‌સ પાસે આવેલી કૃષ્ણ કોલોનીમાં રહેતા રશ્મીબેન પ્રવિણકુમાર યાદવ આજે સવારે ૮-૨૦ કલાકે પોતાની ઘરની બહાર કચરો વાળી રહ્યા હતા. તે સમયે મોટરસાયકલ પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. જેમાં મોટરસાયકલ ચાલકે માથા પર હેલ્મેટ પહેરેલું હતું. જ્યારે પાછળ બેઠેલા શખ્સે માસ્ક પહેરેલું હતું અને આ બંને શખ્સો રશ્મીબેનના ઘર સામે ઉભા રહી ઘુસપુસ કરતા હોય તેઓએ કોનું કામ છે તેવી પુછપરછ કરતા બંને અજાણ્યા શખ્સો કોઈ અજાણી ભાષા બોલ્યા હતા. જેથી રશ્મીબેનને આ બંને શખ્સો પર શંકા જતા તેઓ બંગલાની બહારથી ખસીને બંગલાના ઝાંપાની અંદર ગયા હતા. આ સમયે પાછળ બેઠેલો ૩૦ વર્ષના આશરાનો શખ્સ અચાનક રશ્મીબેનની પાસે આવી પોતાનો મોબાઈલ ફોન લાંબો કરતા રશ્મીબેન મોબાઈલ જાેવા જતા અજાણ્યા શખ્સે તેમના ગળામાં પહેરેલ બે તોલાનો સોનાનો અછોડો તોડી બંને શખ્સો મોટરસાયકલ પર ભાગી છુટતા રશ્મીબેને પણ બુમાબુમ કરતા તેમની પાછળ દોડ્યા હતા. પરંતુ બંને અજાણ્યા શખ્સો મોટરસાયકલ લઈ અમુલ હાઈટ્‌સ તરફ ભાગી છુટ્યા હતા. જેથી આ બનાવ અંગે રશ્મીબેનના પતિ પ્રવિણકુમાર વિઠ્ઠલદાસ યાદવે આણંદ ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવાજાેગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button