
ગુજરાતમાં એસીબી સખ્ત સક્રિય બની છે. ત્યારે કઠલાલ તાલુકાના અધિક નાયબ મામલતદાર રોકડ રકમની લાંચ લેતા એસીબીના હાથે દબોચાયા છે. કઠલાલ તાલુકા કચેરીએ પડ્યા પાથર્યા રહેતા વચેટિયાઓમાં પણ નાશભાગ મચી ગઇ હતી. એસીબી રેડ પડતા જ ઓફીસ ખાલી ખમ થઈ ગઈ હતી.
મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રીએ પણ સ્વિકાર કર્યો છે અને તેમાં સુધારો લાવવા તમામ વહીવટી પ્રક્રિયા ઓનલાઈન કરી હોવાની જાહેર પ્રચાર તેઓ દ્વારા થઈ રહ્યો છે.જોકે ભ્રષ્ટાચારી ઓનલાઈન વહીવટી વ્યવસ્થા માં પણ છીડું પાડી રોકડી કરી જ લેતા હોય છે.ખેડા જિલ્લાના કઠલાલના અધિક નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હબીબભાઈ સબુરભાઈ મલેક ભ્રષ્ટાચારનો ભેરુ આભળી ગયો હતો.જે જમીનની એન્ટ્રી માટે મનગડત લાંચ ની માંગણી કરતો હતો.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ કામના ફરિયાદી પોતાની કઠલાલ તાલુકાના લસુન્દ્રા ની જમીન મા પાકી નોંધ પડાવા માટે લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. ટોલ ફ્રી નં. 1064 ઉપર સંપર્ક કરી એ.સી.બી.માં ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ લાંચનુ છટકુ ગોઠવતા ફરીયાદી આરોપી અધિક નાયબ મામલતદાર હબીબભાઈ સબુરભાઈ મલેકને 50000 હાજરની લાંચ લેતા ગાંધીનગર ACB પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. ચૌધરી અને તેમાંની ટીમે રંગે હાથે પકડી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ આરંભી છે.