આણંદ

સરકારે કોવીડના નિયમો હળવા કરતા આવતીકાલથી જીમ, બાગ બગીચા અને મંદિરો ખુલશે

ડાકોર-વડતાલ મંદિર ખોલવા માટેની ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે, કેવી રીતે દર્શનની વ્યવસ્થા કરવી તે અંગે આયોજન કરાશે

આણંદ, તા. ૧૦
આણંદ જીલ્લામાં માર્ચ માસમાં જ કોરોના સંક્રમણ વધી જતા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. જેમાં બાગ બગીચા, મંદિર, જીમ વગેરે બંધ કરાયા હતા. જાેકે હાલમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પુનઃ બજાર ધમધમતું થાય તે માટે કેટલાક નિયમો હળવા કરવામાં આવ્યા છે. હોટલોમાં પણ છુટછાટ આપવામાં આવી છે. શુક્રવારથી જીલ્લામાં તમામ મંદિરો, બાગ બગીચા વગેરે પુનઃ શરુ કરવામાં આવશે. મંદિરમાં પ્રવેશ પ્રક્રિયા માટે જે તે સંસ્થાએ કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે.
આણંદ શહેરમાં ૬૦ દિવસ બાદ બાગ બગીચા ખુલતા સવારે ૬ વાગે લોકો મોર્ન્િંાગ વોકમાં જતા જાેવા મળશે. જ્યારે આણંદ શહેરના સ્વામીનારાયણ મંદિર સહિત નાના મોટા તમામ મંદિરો આવતીકાલથી ખુલ્લા જાેવા મળશે અને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાશે. જ્યારે હોટલો અને રેસ્ટોરન્ટ સાંજના સાત વાગ્યા સુધી ૫૦ ટકાની સંખ્યામાં ચાલુ રખાશે. ત્યારબાદ રાત્રે ૧૨ વાગ્યા સુધી હોમ ડીલીવરી કરી શકાશે. એસટી બસ સેવા પણ ૬૦ ટકા પેસેન્જરની ક્ષમતા સાથે શરુ કરી શકાશે. આમ ઘણા દિવસો બાદ આંશિક લોકડાઉનમાં છુટછાટ મળતા પુનઃ આણંદ શહેર સહિત જીલ્લાના બજારો ધીમે ધીમે ધમધમતા જાેવા મળશે.
આ ઉપરાંત આણંદ જીલ્લામાં આવેલા દરેક તાલુકા મથકે છેલ્લા કેટલાક સમયથી જનસેવા કેન્દ્રો બંધ થતા જેના કારણે પ્રજાલક્ષી કામો અટકી ગયા હતા. જાેકે હવે કોરોના સંક્રમણ ઘટતા ૧૧મી જુનથી તાલુકાના દરેક મથકો ઉપર જનસેવા કેન્દ્ર કોરોનાની ગાઈડ લાઈન મુજબ ખુલ્લા રખાશે. અને નિયત સંખ્યામાં જ લોકોને જરુરી કામો પુર્ણ કરવામાં આવશે તેમ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button