નવી દિલ્હી

ભારતનો ડેલ્ટા વેરિયન્ટ બે વખત રસી લીધા પછી પણ ઘાતક સાબિત થઇ શકે

નવી દીલ્હી,તા.૧૦
કોરોનાની બીજી લહેર સામે ભારતની આરોગ્ય સુવિધા પણ જવાબ આપી ચૂકી હતી. આ કાળમાં નવા કેસ અને મૃત્યુઆંકે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની ગંભીરતાનો અહેસાસ કરાવ્યો હતો. જાેકે રસીકરણ કરાવી ચૂકેલા પણ આ લહેરમાં કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેને લઇને દિલ્હી છૈંૈંસ્જીએ મહત્વનો રિસર્ચ કરી પરિણામ મેળવી લીધી છે. જેમાં ખુલાસો થયો છે કે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ રસી લઇ ચૂકેલા લોકોને સૌથી વધુ ઝપેટમાં લઇ રહ્યો છે. રિપોર્ટ તો એમ પણ કહે છે કે, કોરોનાની રસી કોવિશીલ્ડ લીધી હોય કે કોવેકિસન, વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ વ્યકિતને સંક્રમિત કરવા માટે સક્ષમ છે. એઆઇઆઇએમએસએ તેના રિસર્ચમાં એવા ૬૩ લોકોને સામેલ કર્યા હતા જેઓ કોરોનાની રસી લીધા પછી પણ વાયરસથી ચેપી થયા હતા. એવામાં ૩૬ લોકો એવા હતા જેમણે રસીના બંને ડોઝ લીધા હતા યારે ૨૭ લોકોએ રસીનો એક ડોઝ લીધો હતો. આ પૈકી ૧૦ લોકોને કોવિશીલ્ડ રસી અને ૫૨ને કોવેકિસન રસી લાગી હતી. આ ૬૩ લોકોમાં ૪૧ પુષ અને ૨૨ ક્રીઓ સામેલ કરાઇ હતી.રિપોર્ટમાં ખાસ મુદ્દો એ છે કે, તમામ ૬૩ લોકો રસી લીધા પછી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા, પરંતુ એકપણનું મોત ન થયું. અહીં સુધી કે સંક્રમિત થયા પછી વધુમાં વધુ ૫–૭ દિવસ તાવ રહ્યો. આ સાથે એવો ખુલાસો પણ થયો કે, રસીના બંને ડોઝ લીધેલા ૬૦% લોકોમાં અને એક ડોઝ લીધેલા ૭૭% લોકોને કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટે સંક્રમિત કર્યા હતા.એઆઇઆઇએમએસના ઇમરજન્સી વોર્ડમાં આવનારા દર્દીઓના ટિન ટેસ્ટિંગ માટે લીધેલા સેમ્પલના અભ્યાસથી આ તારણ સામે આવ્યું છે. જેમાં દર્દીઓમાં વધુ તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને માથાનો દુખાવો જેવા લક્ષણો જાેવા મળ્યા હતા.કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ બંને પ્રકારની વેકિસન બે અથવા એક ડોઝ લઇ ચૂકેલા લોકોને ગંભીર રીતે સંક્રમિત કરી શકવાની ક્ષમતા રાખે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button