આણંદ

બોરસદ વિસ્તારમાં વહેલી સવારે હળવા છાંટા, બે દિવસ વરસાદી વાતાવરણ રહેવાની વકી

આણંદ, તા. ૧૦
મુંબઈ સહિત દક્ષિણ ગુજરાત સુધી ચોમાસુ આગળ ધપ્યું છે. અને હાલમાં વરસાદ માટેની બે સીસ્ટમ જુદી જુદી સક્રિય બની છે. જેના પગલે ચરોતરમાં ચોમાસુ એક સપ્તાહ વહેલું બેસશે. તેમ હવામાન વિભાગ જણાવવામાં આવ્યું છે. જાેકે આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે બોરસદના આસપાસના વિસ્તારમાં હળવા છાંટા વરસ્યા હતા.
દક્ષિણ ગુજરાત સુધી પહોંચેલું ચોમાસું ગુરુવાર મોડી રાત સુધી મધ્ય ગુજરાત સુધી આગળ વધી રહ્યું છે. જેના પગલે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ  વચ્ચે હળવા છાંટા વડે તેવી સંભાવના વર્તાઈ રહી છે. આગામી બે દિવસ સુધી ચરોતરમાં હળવાથી મધ્યમ વરસાદ જાેવા મળશે. આમ એક સપ્તાહ પહેલા ચોમાસાનો ચરોતરમાં વિધિવત પ્રારંભ થશે.
આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહતમ તાપમાન ૩૬.૭, લઘુતમ તાપમાન ૨૮.૫ નોંધાયું છે. જ્યારે ભેજના ટકા ૮૧ નોંધાયા છે. આમ ભેજ વધતા દિવસ દરમિયાન બાફ અનુભવાશે. આ ઉપરાંત દિવસ દરમિયાન પવનની ગતિ ૫.૮ ની આસપાસ રહેશે અને વાદળછાયુ વાતાવરણ પણ જાેવા મળશે. એક સપ્તાહ પહેલું ચોમાસુ શરુ થઈ રહ્યું છે ત્યારે આણંદ જીલ્લામાં ખેડુતોએ પણ ચોમાસુ પાકની રોપણી માટેની તૈયારીઓ હાલ આરંભી દીધી છે. મોટાભાગના ખેતરોમાં હુડ કરવામાં આવે છે. તેમજ છાણીયુ ખાતર ભરીને તૈયાર કરાયેલા ખેતર ખેડવામાં આવી રહ્યા છે. તો વળી કેટલાક ખેડુતોએ ડાંગરના ધરુવાડીયાની તૈયારીઓ આરંભી દીધી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button