આણંદ

આણંદ જીલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખનું નિધન

આણંદ, તા. ૧૦
આણંદ જીલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણી અને જીલ્લા ભાજપના મહામંત્રી રમણભાઈ સોલંકીના પત્ની નયનાબેન સોલંકીનું નિધન થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે.
જીલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ નયનાબેન રમણભાઈ સોલંકીનું નિધન થતા તેઓના નિધનના સમાચાર વાયુવેગે સમગ્ર પંથક અને જીલ્લામાં પ્રસરી જતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમાજના અગ્રણીઓ તેમજ વિસ્તારના અગ્રણીઓ રમણભાઈ સોલંકીના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા.
જંત્રાલ ગામના નીલકંઠવિહાર નિવાસસ્થાનેથી નયનાબેન સોલંકીની અંતિમયાત્રા નીકળી હતી અને જે ગામના સ્મશાનમાં પહોંચી અંતિમવિધિ કરવામાં આવી હતી.
આણંદ જીલ્લા પંચાયતની જંત્રાલ બેઠક પરથી નયનાબેન સૌપ્રથમ વખત ચુંટાઈને રાજકીય ક્ષેત્રે પ્રવેશ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં લોક પ્રતિનિધિ તરીકે તેઓએ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. આણંદ જીલ્લા પંચાયતમાં તેઓ સતત પાંચ વર્ષ સુધી ઉપપ્રમખ પદે રહ્યા હતા. રાજકીય ક્ષેત્રે સફળ રહેલી મહિલાઓમાં તેઓ અગ્રેસર રહ્યા હતા. સદગતની સ્મશાનયાત્રામાં તેઓના નિવાસસ્થાને સાંસદ મિતેશભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જીલ્લા પંચાયતના સભ્ય જયનસિંહ ચૌહાણ તેમજ જીલ્લા ભાજપ અને બોરસદ તાલુકા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સદગત નયનાબેન સોલંકીની શ્રદ્ધાંજલી આર્પી હતી. તેમજ સર્વસ્થ નયનાબેન સોલંકીના પરિવારને સાંત્વના પાઠવી હતી. તેઓના નિધનથી જંત્રાલ ગામ અને સમગ્ર વિસ્તારના લોકોએ ન પુરાય તેવી ખોટનો અહેસાસ કર્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button