નવી દિલ્હી

દેશમાં ૧૦૦ પૈકી ૭૦ બાળકો ૧૨માં સુધી અભ્યાસ કરી શકે છે શિક્ષણ ક્ષેત્રે ધરખમ સુધારા જરૂરી

મોદી સરકાર બજેટમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે તે સમયની માંગ: હજુ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસથી વંચિત રહ્યા છે

 

 

Advertisement

કોઇ પણ દેશમાં માનવ વિકાસ ઇન્ડેક્સ તેના ભાવિઅટલે કે બાળકો પર આધારિત રહે છે. શિક્ષણ ક્ષેત્રમાં સતત સુધારા કરવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા હજુ જારી રહી છે. જાે કે હજુ કેટલાક પગલાની જરૂર છે. કોરોનાના કારણે શિક્ષણની હાલત ખરાબ થઇ છે. હવે ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગ શરૂ થયા છે. સાથે સાથે કોલેજાે શરૂ કરાઇ છે. બજેટમાં કેટલાક પગલા શિક્ષણ ક્ષેત્રે લેવામાં આવે તે જરૂરી છે. સ્કુલી શિક્ષણની આમાં સૌથી ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં કોરોના કાળમાં હવે માધ્યમિક સ્કુલી ચાલુ થઇ ગઇ છે. શૈક્ષણિક સત્રની પણ શરૂઆત થઇ ગઇ છે.શિક્ષણ સમવર્તિ યાદીમાં સામેલ છે. કેન્દ્ર અને રાજ્ય બંનેના અધિકારમાં શિક્ષણનો વિષય આવે છે. દેશમાં શિક્ષણ નીતિ માટે પૂર્વમાં કેટલાક પંચ બનાવવામાં આવ્યા હતા. વર્તમાન શિક્ષણ નીતિ વર્ષ ૧૯૮૬માં બનાવવામાં આવી હતી. વર્ષ ૧૯૯૨માં તેમાં સુધારા કરવામાં આવ્યા હતા.
દેશમાં ત્રિભાષા ફોમ્ર્યુલા પર પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ મોટો પ્રશ્ન એ થાય છે કે દેશમાં શુ બાળકો માટે શિક્ષણનો માર્ગ સરળ છે કે કેમ ? સરકારી સ્કુલોની હાલત કેવી થયેલી છે તે બાબતને લઇને કોને કઇ કહેવાની જરૂર નથી. આ બાબતથી તો તમામ લોકો સારી રીતે વાકેફ છે. બીજી બાજુ પ્રાઇવેટ સ્કુલોમાં ફીના ભારે બોજના કારણે વાલીઓ દુખી થયેલા છે.
આને લઇને વારંવાર દેખાવો પણ કરવામાં આવે છે. ભારે ફીના કારણે વાલીઓની કમર તુટી ગઇ છે. શિક્ષણના અધિકાર (આરટીઇ) જે ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવ્યો હતો તેના મુળ ઉદેશ્ય પૂર્ણ થઇ રહ્યા નથી. શિક્ષણ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે દેશમાં સ્કુલમાં પ્રવેશ મેળવનાર સરેરાશ ૧૦૦ બાળકો પૈકી ૭૦ બાળકો જ ધોરણ ૧૨ સુધી શિક્ષણ મેળવી શકે છે. આદિવાસી વસ્તી ધરાવતા ઝારખંડમાં તો સૌથી ઓછા પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવી લેનાર ૧૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૩૦ બાળકો જ ધોરણ ૧૨ સુધી શિક્ષણ મેળવી શકે છે. બાળકીઓની વાત કરવામાં આવે તો હજુ પણ બાળકીઓ સ્કુલી શિક્ષણથી મોટા ભાગે બહાર છે. આંકડા પર નજર કરવામાં આવે તો ચિંતા વધારે ઉપજાવે છે. કારણ કે ૨૫ ટકા યુવા તો પોતાની માતૃભાષામાં લખેલા વાક્યોને પણ સારી રીતે વાંચી શકતા નથી. ૧૮ વર્ષથી ઓછી વયમાં આશરે ૩૨ ટકા કિશોરીઓ સ્કુલી શિક્ષણ વ્યવસ્થાથી બહાર રહેલી છે. આવી જ રીતે ૧૪-૧૮ વર્ષની વયવર્ગમાં માત્ર પાંચ ટકા જ વોકેશનલકોર્સ કરી રહ્યા છે. ૩૪ ટકા લોકો ત્રણ મહિનાની અવધિવાળા વોકેશનલ કોર્સ જ્યારે ૨૫ ટકા લોકો ચારથી છ મહિનાવાળા કોર્સનો હિસ્સો બની રહ્યા છે. ૧૪થી ૧૮ વર્ષની વયના આશરે ૪૨ ટકા યુવાનો અભ્યાસની સાથે સાથે જીવન ગુજરાન માટે કોઇને કોઇ કામ પણ કરી રહ્યા છે. ૭૭ ટકા યુવકો અને ૮૯ ટકા યુવતિઓ પોતાના ઘરમાં પણ કામ કરે છે. રાજ્યોની સ્થિતીની વાત કરવામાં આવે તો પહેલા ધોરણથી લઇને ૧૨ ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરવામાં ટકાવારી ચિંતાજનક છે.
ગુજરાતની જ વાત કરવામાં આવે તો અહીં પહેલા ધોરણથી ૧૨ ધોરણ સુધી અભ્યાસ પૂર્ણકરનારની ટકાવારી ૬૮ ટકા જેટલ છે. આ રાજ્યોમાં તમિળનાડુની સ્થિતી સૌથી સારી કહી શકાય છે. અહીં પહેલા ધોરણથી લઇને ૧૨ ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરનારની ટકાવારી ૮૬ ટકાની આસપાસ છે. તમામ લોકોને આ અંગે હજુ પણ માહિતી નથી કે વર્ષ ૨૦૦૯માં આરટીઇ અધિનિયમ પાસ કરવામા ંઆવ્યુ હતુ. શિક્ષણના આ અધિકાર હેઠળ ૬થી લઇને ૧૪ વર્ષની વયના તમામ બાળકોને મફ્તમાં શિક્ષણ અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button