નવી દિલ્હી

ટિકટોક,વીચેટના ટ્રમ્પના નિર્ણય બાઇડને રદ કર્યા ટ્રમ્પના વધુ નિર્ણય બદલાયા

ચીની એપ્સ પર ટ્રમ્પ દ્વારા લાગુ પ્રતિબંધના આદેશો રદ

 

 

Advertisement

નવી દિલ્હી,તા.૧૦
અમેરિકી પ્રમુખ જાે બાઇડને એક કાર્યકરી આદેશ જારી કરીને ટિક ટોક અને વીચેટ સહિત અનેક ચીની એપ્સ પર પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ પ્રતિબંધને દુર કરી દીધા છે. વ્હાઇટ હાઉસ દ્વારા આ અંગે નિવેદન જારી કરીને સાફ શબ્દોમાં આ વાત કરી છે. અમેરિકી પ્રમુખ બાઇડનની સરકાર હવે પોતે આ નિર્ણયની સમીક્ષા કરીને આગળ વધશે. ચીની એપ્સ અંગે વિચારણા કરીને યોગ્ય નિર્ણય અમેરિકાની સરકાર કરશે. બાઇડને નવા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. જેમાં ટિક ટોક પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાની બાબત સામેલ છે. પ્રતિબંધના આદેશને રદ કરવામાં આવ્યાબાદ અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા ચીની કંપનીઓના એપ્સના મામલે તપાસ કરશે. અમેરિકા ડેટા અથવા તો ગુપ્તતાના કોઇ સંબંધને નુકસાન થઇ રહ્યુ છે કે કે કેમ તેમાં તપાસ કરશે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અમેરિકામાં ટિક ટોકના ૧૦ કરોડ કરતા વધારે ગ્રાહક છે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ફટકો આપીને ચીનની આઠ સોફ્ટવેર એપની લેવડદેવડ પર પ્રતિબંધ મુકી દીધો હતો જેમાં વી ચેટ તેમજ જે માની એપ પણ સામેલ છે.
ટ્રમ્પની સરકારે એ વખતે કહ્યુ હતુ કે આ એપ્સના માધ્યમથી અમેરિકાના ડેટા ચીન સુધી પહોંચી રહ્યા છે. જે એપ પર પ્રતિબંધ મુકવામાંઆવ્યો હતો તે મોટા પાયે ડાઉનલોડ કરવામાં આવતા હતા. આનો અર્થ એ હતો કે કરોડો યુઝર્સની જાણકારીને લઇને ખતરો હતો. બાઇડન સરકારના આ નિર્ણયની ટિકા થઇ રહી છે. બાઇડન તંત્ર પણ ચીનની ગતિવિધી પર નજર રાખીને આગળ વધે તેમ તમામ અમેરિકી લોકો માને છે. કારણ કે ચીન હાલમાં ખતરનાક હરકતો કરવામાં વ્યસ્ત છે. અનેક દેશોમાં તે ડેટા મારફતે ઘુસણખોરી કરવાના પ્રયાસમાં છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button