નવી દિલ્હી

મનરેગા હેઠળ રોજગારી ઘટી,૪૮ ટકા સુધીનો ઘટાડો રોજગારીની સંખ્યા ઘટીને ૨૬.૩૮ કરોડ: હાલત ખરાબ

નવી દિલ્હી,તા,૧૦
કોરોનાની માર જાેરદાર રીતે તમામ ક્ષેત્રોમાં પડી રહી છે. મનરેગા હેઠળ એક વર્ષમાં રોજગારીમાં ૪૮ ટકા સુધીનો ઘટાડો થયો છે. આ આંકડો ઘટીને નીચી સપાટી પર પહોંચ્યો છે. મે ૨૦૨૦માં ૫૦.૮૩ કરોડ લોકોને રોજગારી મળી હતી. વર્તમાનમાં ઘટીને આ સંખ્યા ૨૬.૩૮ કરોડ રહી ગઇ છે. કોરોના વાયરસની બીજી લહેરની માઠી અસર થઇ છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર ગેરંટી યોજના હેઠળ એક વર્ષની અંદર રોજગારમાં ૪૮ ટકા સુધીનો મોટો ઘટાડો થયો છે. મે ૨૦૨૦માં આ સંખ્યા હતી તેના કરતા સંખ્યા ખુબ ઘટી ગઇ છે. જેએનયુમાં આર્થિક અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે ગ્રામીણ ક્ષેત્રોના દુરગામી વિસ્તાર સુધી કોરોના સંક્રમણની બીજી લહેર પહોંચી ગઇ છે. મનરેગા હેઠળ કામની માંગમાં આશરે ૨૬ ટકાનો ઘટાડો થયો છે. રોજગારીની સંખ્યામાં પણ ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આ ઉપરાંત ગયા વર્ષે કોરોના લહેરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં હિજરત કરનાર મોટી સંખ્યામાં લોકો ફરી શહેરોમાં રોજગારી માટે પહોંચી રહ્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે કામ અને રોજગારીમાં મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત બંગાળ અને ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યમાં ચૂટણીના કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં નવી યોજના પર બ્રેક મુકવામાં આવી હતી. રોજગારની સંખ્યામાં અસર થઇ હતી. યોજનાને ૭૪ હજાર કરોડ મળ્યા છે. ગયા વર્ષ કરતા ૩૫ ટકા રકમ ઓછી મળી છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧-૨૨ માટે મનરેગા યોજનાને જંગી રકમ આપવામાં આવી હતી.ભારતના કેટલાક નિષ્ણાંતોના કહેવા મુજબ મહામારીના જાેખમના કારણે કેટલીક યોજના રોકાઇ ગઇ છે. હાલત ખરાબ થઇ રહી છે. સરકાર આ વર્ષે ૨૦૨૦ જેટલી ગંભીર દેખાઇ રહી નથી વિપક્ષ અને સામાજિક કાર્યકરો પણ મનરેગાને મજબુત કરવાની માંગ કરી રહ્યા છે.નરેગા સંઘર્ષ મોરચાના કાર્યકર દેવમાલ્યા નંદીના કહેવા મુજબ ફંડ અને ઇચ્છાશક્તિના અભાવના કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં હાલત મહામારીની બીજી લહેરમાં વધારે ચિંતાજનક બની છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારોને પણ આ દિશામાં પણ ગંભીર રીતે ધ્યાન આપવાની જરૂર છે. મનરેગા યોજનાને લઇને વધારે અસરકારક રીતે કામ કરવાની જરૂર છે. કારણ કે આ યોજનામાં કરોડો લોકો રોજગારી મેળવી રહ્યા છે આના કારણે કોરોનાની સ્થિતીમાં લોકોને રાહત મળી રહી છે. કેન્દ્ર સરકારે મનરેગા હેઠળ રકમને ઘટાડી દીધા બાદ તેની ટિકા થઇ હતી. આ યોજના હેઠળ રોજગારી મેળવતા લોકોની રોજગારી વધે તે જરૂરી છે. આ યોજના કઇ રીતે વધારે રોજગારલક્ષી બને તેના પર કામ કરવાની જરૂર છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button