નવી દિલ્હી

મંદિરના પૂજારી પાસે ભગવાન રામનું આધાર કાર્ડ માંગતા થઈ મૂંઝવણ

 

ઉત્તરપ્રદેશમાં રામ રાજ્ય હોવાનું કહેવાય છે. રામ રાજ્યના આ રાજ્યમાં એવો અતરંગી બનાવ બન્યો છે કે, ભગવાન રામને ઓળખ આપવાની જરુર પડી છે. બાંદા જિલ્લામાં આવેલા રામ-જાનકી મંદિરના પૂજારીએ કથિત રીતે જીલ્લા પ્રશાસન પર ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગવાનો આરોપ લગાવ્યો છે.
પૂજારીનો આરોપ છે કે, અતર્રા જીલ્લાના સબ ડિવિઝનલ ઑફિસર (એસડીએમ) સૌરભ શુક્લાએ મંદિરના પરિસરમાં ઉગેલા ઘઉંના પાકને સરકારી વેચાણ કેન્દ્રમાં વેચવા માટે ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગ્યુ હતું. આધાર કાર્ડ ન દેખાડી શકવા પર ઈ-પોર્ટલ પરથી ઘઉંની ખરીદીનું વેરિફિકેશન રદ કરવામાં આવ્યું હોવાનો આરોપ એસડીએમ પર લગાવવામાં આવ્યો છે.
બાંદા જિલ્લાની અતર્રા તહસીલના ખુરહંડ ગામમાં ૪૦ વીઘા જમીનની રજિસ્ટ્રી રામ જાનકી મંદિરના નામે નોંધાયેલી છે. તેમાં પુજારી રામકુમાર દાસ સંરક્ષક તરીકે બધા જ કામ સંભાળે છે. પાક વેચીને જે પૈસા મળે છે તેમાંથી જ મંદિરના તમામ વાર્ષિક ખર્ચા પૂરા કરવામાં આવે છે. આ વર્ષે જ્યારે ખેતરમાં ઉગેલા ઘઉં વેચવાનો સમય આવ્યો ત્યારે આધાર કાર્ડનો પ્રશ્ન ઉભો થયો હતો. મંદિરના પરિસરમાં ઉગેલા ઘઉંના પાકને સરકારી વેચાણ કેન્દ્રમાં વેચવા માટે ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગવામાં આવ્યું હોવાનો પૂજારીનો આક્ષેપ છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આધાર કાર્ડ ન દેખાડી શકવા પર ઈ-પોર્ટલ પરથી ઘઉંની ખરીદીનું વેરિફિકેશન રદ કરવામાં આવ્યું છે. સાથે જ તેઓ એ વાતથી પણ પરેશાન છે કે, ભગવાના આધાર કાર્ડ પર ખેતરના માલિક એટલે કે ભગવાન શ્રી રામના ફિંગરપ્રિન્ટ ક્યાંથી લાવવા!આ મુદ્દે સૌરભ શુક્લાનું કહેવું છે કે, તેમણે સરકારની વેચાણ નીતિનો હવાલો આપીને સરકારી વેચાણ કેન્દ્રમાં પાક ખરીદવા સંબંધી અસમર્થતા દર્શાવી હતી. તેમાં ભગવાનનું આધાર કાર્ડ લાવવાની વાત ક્યાંથી આવી એ તો પુજારી જ કહી શકે. આ સાથે જ બની શકે આધાર કાર્ડની વાત તેમણે અન્ય સંદર્ભે કહી હોય તેવી સ્પષ્ટતા પણ કરી હતી.સરકારની ડિજિટલ વેચાણ નીતિના કારણે સરકારી ખરીદ કેન્દ્રમાં ઘઉંનું વેચાણ ભલે સંભવ ન હોય પરંતુ તે માટે ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગવામાં આવે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button