BreakingCoronaLock Downઆણંદગુજરાત

મિની લોકડાઉનના અનલોકમાં આજથી આ મોટા ફેરફારો, હોટલ, દુકાનો-બગીચાઓ સહિત ક્યારે શું અને કેટલા વાગ્યા સુધી ખુલ્લાં રહેશે

ગુજરાત સરકારે 9મી જૂને મંદિર તથા હોટલ-રેસ્ટોરાં, જિમ અને બગીચા 11 જૂનથી શરતોને આધીન શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેને પગલે આજથી રાજ્યમાં ધંધા-રોજગાર અને ખાણીપીણીથી લઈ જાહેર કાર્યક્રમોમાં અનેક મોટા ફેરફાર થયા છે. આજથી 15 દિવસ એટલે કે 26મી જૂન સુધી આ ફેરફારો સાથે ગુજરાત દોડશે.

આજ(11 જૂન)થી 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરાંમાં સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50% ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે, સાથે જ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યથાવત્ રાખવામાં આવ્યો છે. આ તમામ નિયંત્રણો અને છૂટછાટો 26 જૂન સુધી અમલી રહેશે.

Advertisement

રાજકીય-ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 50 લોકો ભાગ લઈ શકશે
રાજકીય-ધાર્મિક કાર્યક્રમો તથા બેસણામાં મહત્તમ 50 લોકો ભાગ લઈ શકશે. લારી-ગલ્લા, દુકાનો તથા ઑફિસોના સમયમાં પણ એક કલાકનો વધારો થયો છે. હવે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી દુકાનો-ઑફિસો ખુલ્લી રાખી શકાશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે દરેક જગ્યાએ માસ્ક સહિતના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે.

દુકાનદારો-ગલ્લા સહિતના વેપાર-ધંધામાં એક કલાકની રાહત
તમામ દુકાનો, વાણિજ્ય એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટયાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે, એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

લાઇબ્રેરી-જિમ 50 ટકા કેપેસિટી સાથે ખુલ્લાં રહી શકશે
લાઇબ્રેરી એની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ-બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જિમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસઓપીનું પાલન આવશ્યક રહેશે.

રાજકીય, સામાજિક કાર્યક્રમો 50 વ્યક્તિની મર્યાદામાં થઈ શકશે
રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસઓપીના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.

Advertisement

દેવ-દર્શન માટે એકસાથે 50 વ્યક્તિ જ એકઠી થઈ શકશે
રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે, પરંતુ એક સમયે એકસાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસઓપીનું પાલન અવશ્યપણે થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે.

26મી પછીથી શું?
જૂનના અંતે એટલે 26મીએ કોરોનાની સમીક્ષા કર્યા પછી વધુ છૂટછાટના નિર્ણય લેવાશે. નાઈટ કર્ફ્યૂ 9ના બદલે રાત્રે 11થી સવારે 6 સુધી થઈ શકે છે, કડક નિયંત્રણો સાથે સ્વિમિંગ પૂલ ચાલુ થઈ શકે છે પણ સિનેમાગૃહો, મલ્ટિપ્લેક્સ માટે હજુ રાહ જોવી પડશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button