આણંદ

વિદ્યાનગરની ગાંધીધામમાં પરણાવેલી યુવતી પર સાસરીયાઓએ ત્રાસ ગુજાર્યો

આણંદ, તા. ૧૨
વલ્લભ વિદ્યાનગરના નાના બજારમાં રહેતી અને ગાંધીધામ પરણાવેલી યુવતી પર તેના પતિ અને સાસરીયાઓએ પૈસાની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારી મારઝુડ કરતા આ બનાવ અંગે આણંદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર વલ્લભ વિદ્યાનગર નાના બજારમાં છાસટીયા છાત્રાલયની બાજુમાં રહેતા હરીભાઈ વીરાભાઈ મહારાજની દિકરી રમીલાના લગ્ન આજથી ૭ વર્ષ પુર્વે વર્ષ ૨૦૧૪ માં કચ્છના ગાંધીધામ ખાતે રહેતા મોહનભાઈ પાલાભાઈ મુસડીયા સાથે સમાજના રીત રિવાજ અનુસાર થયા હતા. લગ્ન બાદ છ માસ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિ અને સાસુ સસરા ખાવા બનાવતા આવડતું નથી. ઘરનું કામ કરતી નથી તેવો વાંક કાઢી શારીરિક માનસિક ત્રાસ ગુજારી મારઝુડ કરતા હતા. પરંતુ રમીલાબેનના આ બીજા લગ્ન હોય તે ત્રાસ સહન કરતા હતા. ત્યારબાદ દિકરીનો જન્મ થતા પિયરમાંથી સોના ચાંદીના દાગીના આપતા થોડો સમય સારો વ્યવહાર રાખ્યા બાદ ફરીથી નાની નાની બાબતોમાં વાંક કાઢીને ઝઘડાઓ કરી તેમજ અપશબ્દો બોલી અપમાનિત કરી કામ કરાવા હતા. જેને લઈને રમીલાને ગર્ભપાત થઈ ગયો હતો. તેમજ પોતાની નવી ગાડી લેવા માટે પિયરમાંથી બે લાખ રુપિયા લઈ આવવાની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. તેમજ નોકરી કરીને બચત કરેલા ૫૦ હજાર રુપિયા પણ લઈ લીધા હતા. અને મારઝુડ કરવાના રમીલાએ માનસિક સમતુલા ગુમાવતા તેણીને તેનો પતિ વલ્લભ વિદ્યાનગર મુકી ગયો હોત. જેથી આ બનાવ અંગે આણંદ મહિલા પોલીસે રમીલાબેનની ફરિયાદના આધારે મોહનભાઈ પાલાભાઈ મુસડીયા, રામીબેન પાલાભાઈ મુસડીયા, પ્રેમભાઈ પાલાભાઈ મુસડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button