ટૉપ ન્યૂઝગુજરાત

ગુજરાતના ‘કેજરીવાલ’ અને પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી, રિપોર્ટરથી ‘આપ’માં એન્ટ્રી સુધી…..

આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઈશુદાન ગઢવીનું ટીવી ચેનલ માંથી રાજીનામુ અને સોશ્યલ મીડિયા ઉપર કરેલા કમ્પેઇન વચ્ચે સર્જાયેલા માહોલથી રાજ્યના રાજકારણમાં નવા બદલાવની શક્યતાઓ છે. પત્રકાર તરીકે ઈશુદાન ગઢવીનું નામ રાજ્યમાં ગામે ગામ ચર્ચાતુ થયું છે. સ્થાનિક ગુજરાતી ચેનલમાં હેડ તરીકે જોડાયેલા ઈશુદાન હવે પત્રકારત્વ છોડીને રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે.

શરુઆત દૂરદર્શનથી કરી હતી
39 વર્ષના ઈશુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઈ ગઢવી ખેડૂત હતાં ઈસુદાન હાલમાં તેમની માતા પત્ની અને બે બાળકો સાથે અમદાવાદમાં સ્થાઈ થયાં છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે 2005માં તેમણે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ તેમણે દૂરદર્શનના યોજના નામના કાર્યક્રમમાં જોડાયાં હતાં. ત્યાર બાદ તેઓ સપ્ટેમ્બર 2005માં હૈદરાબાદ ખાતે ETV ગુજરાતીમાં જોડાયાં હતાં.

Advertisement

ઈન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ તરીકે ઓળખ મળી
ETV ગુજરાતી જે હાલમાં નેટવર્ક 18 છે. આ સમયગાળા દરમિયાન તેમણે ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ પોલ્યુશન સહિત ડાંગના કપરાડા તાલુકામાં ગેરકાયદે વૃક્ષ છેદનના 150 કરોડના કૌભાંડનો મુદ્દાનો ઈન્વેસ્ટિગેટિવ રીપોર્ટ પણ કર્યો હતો. ત્યાર બાદ સરકારે પણ તેમના આ રીપોર્ટ બાદ કૌભાંડીઓ સામે પગલાં લીધાં હતાં. આ બે સ્ટોરીને કારણે તેમને ગુજરાતમા ઈન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ તરીકે ઓળખ મળી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button