આણંદ

આણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે

આણંદ, તા. ૧૩
કોરોનાનાં કપરાકાળમાં આરોગ્ય કર્મચારીઓ સાચા કોરોનાં વોરીયર્સ બની કોરોનાં સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે, ત્યારે આણંદની જનરલ હોસ્પીટલમાં છેલ્લા સાત માસથી કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા નર્સ પોતાનાં માસુમ ૧૦ માસનાં દિકરાને માતા પાસે મુકીને કોવિડ સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે અને તેઓ પોતાનાં માસુમ દિકરાને રમાડી પણ શકતા નથી. દુરથી જ બાળકને રમાડીને તેઓ સંતોષ માણી રહ્યા છે.
આણંદની જનરલ હોસ્પીટલમાં ફરજ બજાવતા મહેમદાવાદનાં મોદજ ગામનાં વતની શીલ્પાબેન અજીતભાઈ ચૌહાણનાં લગ્ન મહુધા ગામે થયા છે અને તેઓને હાલમાં દસ માસનું બાળક છે. પ્રસુતી માટે તેઓ રજા પર ગયા  હતા અને રજાઓ પુરી થતા જ તેઓ પોતાનાં ત્રણ માસનાં બાળકને પોતાની માતા પાસે મુકીને ફરજ પર હાજર થઈ ગયા હતા. કોવિડ સંક્રમિત દર્દીઓ વચ્ચે ફરજ બજાવતા શિલ્પાબેન પોતે પર કોરોનાં સંક્રમિત થયા હતા અને ૧૫ દિવસ કવોરોન્ટાઈન રહ્યા બાદ તેઓ કોરોનાને મ્હાત આપી ફરી પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા.
શિલ્પાબેન કોરોનાં સંક્રમિત થઈ સ્વસ્થ થયા બાદ પુનઃ કોવીડ દર્દીઓની સેવા કરી રહ્ય છે,હોસ્પીટલમાં તેઓ ગંભીર દર્દીઓ સહીત તમામ દર્દીઓની સેવા કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેઓની શિફટ પુરી થતા જ તેઓનું હૈયું ખુશીથી ઝુમી ઉઠે છે કે તેઓ પોતાનાં દિકરા પાસે જઈ શકશે પરંતુ તેઓને એક ભય રહે છે કે તેઓ કયાંક પોતાનાં બાળકને તો ઈન્ફેકશન નહી લગાડે ને અને આ ભયને લઈને તેઓ પોતાનાં બાળકને પોતાની ગોદમાં લઈ રમાડી શકતા નથી,કે તેને સ્તનપાન પણ કરાવી શકતા નથી.તેમનું બાળક તેમને જાેઈને તેમની પાસે આવવા તલપાપડ થઈ ઉઠે છે પરંતુ શિલ્પા પોતાની જાતને રોકી લે છે.
શિલ્પાબેનનું કહેવું છે કે મને મારો દિકરો જેટલો વ્હાલો છે. તેટલા જ મારા દેશવાસીઓ પણ મને વ્હાલા છે. આજે કોરોનાં મહામારીમાં મારા દિકરા કરતા કોરોનાં સંક્રમિત દર્દીઓને મારી વઘુ જરૂર છે. મારા દિકરાને મારા માતા પિતા સાચવી લે છે. જેથી કોરોનાં સંક્રમિત દર્દીઓને અમે સાચવીએ છીએ. જેથી તેઓ કોરોનાં મુકત થઈ ધરે ગયા બાદ પોતાનાં સંતાનોને સાચવી શકે. આજે જયારે કોરોનાનાં કપરાકાળમાં મારા સાથી આરોગ્ય કર્મચારીઓ  કામ કરી રહ્યા છે. ત્યારે હુ ધરે કેવી રીતે રહી શકુ.એટલે જ હું મારી ફરજ પર હાજર થઈને દર્દીઓની સેવા કરી રહી છું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button