નવી દિલ્હી

દેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર

 

નવી દિલ્હી તા. ૧૪
પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરનેપાર થયો છે. રાજસ્થાનનાએક નાના શહેર શ્રીગંગાનગર દેશનું પ્રથમ શહેર છે.
જયાંડિઝલનો રેટ ૧૦૦ રૂપિયાનેપાર કરી ગયો છે. ત્યાં પેટ્રોલ પણ દેશમાં સૌથી મોંઘુ ૧૦૭.૫૩ રૂપિયા પ્રતિ લિટર વેચાય રહ્યું છે. દેશમાં ૧૩૫ જિલ્લાઓ છે જયાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાની પાર કરી ચુક્યા છે.
આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાનાકોઈ અણસાર નથી. તેના સૌથી મોટા કારણ છે. પ્રથમ તો એ કે કેન્દ્ર સરકાર હોય કે રાજયસરકાર, કોઈ પણ ટેક્ષઘટાડવાના પક્ષમાં નથી. તેના પર ફકરરાજનીતિ થઇ રહી છે. વિપક્ષ કહી રહ્યું છે કે સરકાર કિંમતોઘટાડેતો પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનુંકહેવું છે કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા કોંગ્રેસ શાસિત રાજયોનેપ્રથમ ટેક્ષમાં ઘટાડો કરવો જાેઈએ. બીજું સૌથી મોટું કારણ છે ક્રૂડ ઓઈલના ભાવ ગ્લોબલ માર્કેટમાં સતત વધી રહ્યા છે. ક્રૂડ ઓઇલ હવે ૭૩ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે. જયારેક્રૂડ ઓઈલના ભાવ વધશે તો દેશની તેલ કંપનીઓ પણ ભાવ વધારશેઘટાડશે નહીં.
આજે પેટ્રોલ ૨૯-૩૦ પૈસા પ્રતિ લિટર મોંઘો થયો છે. જયારેડીઝલના ભાવ ૨૮-૩૦ પૈસા લીટર સુધી વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ૭૩ ડોલર પ્રતિ બેરલ વચ્ચે અંદાજે ટ્રેડ કરી રહ્યું છે. જેનાથી આગળ પણ કિંમતોમાં વધારો થયો છે. જયારેઘટાડો ફક્ત ૪ વાર થયો છે. ફક્ત આ વર્ષની વાત કરીએ તો પેટ્રોલની કિંમતોઅત્યારસુધી અંદાજે ૧૪ ટકા વધી છે.
માર્ચ અને એપ્રિલમાં જયારે૫ રાજયોના વિધાનસભા ચૂંટણી થવાની હતી. તે દરમયાનકિંમતોસ્થાયી રહી.
મુંબઈમાં પેટ્રોલનો રેટ ૧૦૨ રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ચુક્યો છે. જયારેડીઝલ ૯૪નેપાર કરી ચુક્યો છે. જૂનમાં અત્યારસુધીમાં૮ વાર ભાવ વધી ચુક્યાછે. જૂનમાં પેટ્રોલ ૧.૯૫ રૂપિયા મોંઘુ થયું છે. જયારેડીઝલ આ મહિને ૪.૬૮ રૂપિયા મોંઘુ થયું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button