નવી દિલ્હી

બિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના

નવી દીલ્હી,તા.૧૪
બિહારના રાજકારણમાં ફરીએકવાર ગરમાવો આવી ગયો છે. લોક જનશકિત પાર્ટી માં ઉથલપાથલ જાેવા મળી રહી છે. હાજીપુર સાંસદ પશુપતિ પારસે જેડીયુના મોટા નેતા લલન સિંહ સાથે મુલાકાત કરી છે. એલજેપીના તમામ સાંસદોએ પશુપતિ પારસને પોતાના નેતા માની લીધા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પાંચ સાંસદોએ આ અંગે જાણકારી આપી છે. સ્થિતિ એવી બની રહી છે કે એલજેપી માં ચિરાગ પાસવાન એકલા પડતા જાેવા મળી રહ્યા છે.
બિહારના રાજકારણમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકેલા લોક જનશકિત પાર્ટીના સંસ્થાપક રામવિલાસ પાસવાનના નિધન બાદ તેમના પુત્ર અને જમુઈથી સાંસદ ચિરાગ પાસવાન રાજકારણમાં એકલા પડતા જાેવા મળી રહ્યા છે. ગત વર્ષ બિહારમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અનેક પોતાના લોકોએ એલજેપી છોડી હતી, જે અત્યારે સાથે છે તે પણ છોડીને જઈ શકે છે તેવી અટકળો થઈ રહી છે.
બિહાર વિધાનસભા પરિષદમાં એલજેપીનું એકમાત્ર પ્રતિનિધિત્વ કરનારા નુતન સિંહ અગાઉ ભાજપમાં જાેડાઈ ચૂકયા છે. ગત વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં ચિરાગે પોતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદના હનુમાન ગણાવીને પાર્ટીને ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. એવી સ્થિતિમાં ભાજપના નેતાઓએ પણ કહી દીધુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના બિહાર પ્રવાસમાં કહ્યું હતું કે એનડીએમાં ફકત ભાજપ, જેડીયુ, વિકાસશીલ ઈન્સાન પાર્ટી અને હિન્દુસ્તાન અવામ મોર્ચા સામેલ છે. કહેવાય છે કે આમ છતાં એલજેપી મતદારોમાં ભ્રમ પેદા કરવામાં સફળ રહી અને આ કારણે ચૂંટણીમાં એલજેપી ભલે એક જ બેઠક પર જીતી પણ જેડીયુને અનેક બેઠકો પર નુકસાન પહોંચાડું હતું.
ચિરાગ માટે બિહાર વિધાનસભા ચૂંટણીનો દાવ હવે ઉલ્ટો પડો છ

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button