નવી દિલ્હી

વિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો

ભારતમાં ૯૦-૯૫ ટકાના ટાર્ગેટને હાંસલ કરવા માટે વધારે પ્રયાસ જરૂરી છે: રક્તદાનથી અનેકના રોજ જીવ બચી રહ્યા છે

 

વિશ્વ રક્તદાન દિવસની દર વર્ષે ૧૪મી જુનના દિવસે ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૫માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવ્યા બાદ દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠન અને ઇન્ટરનેશલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ દ્વારા સંયુક્ત રીતે આની ઉજવણી કરવામાં આવે છે. સુરક્ષિત લોહી માટેની જાગૃતિ લાવવા માટે દર વર્ષે આનુ આયોજન કરવામાં આવે છે. સાથે સાથે રક્તદાન કરનાર લોકોનો પણ આભાર માનવામાં આવે છે. લોહીની જીવન રક્ષક ભેંટ આપવા માટે લોકોનો એ દિવસે આભાર વ્યક્ત કરવામાં આવે છે. રક્તદાન દિવસ વિશ્વસ આરોગ્ય સંગઠનના ૧૧ સત્તાવાર કાર્યક્રમ અને દિવસ પૈકી એક તરીકેો છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી રક્તદાનમાં જાેરદાર જાગૃતિ આવી છે. આના માટે કારણ એ છેકે લોકો અને કેટલીક સંસ્થાઓ સતત સક્રિય થઇ છે. જાે કે આ પ્રક્રિયા હજુ તીવ્ર બને તે જરૂરી છે. રક્તદાન અથવા તો બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા સુધી પહોંચી ગયો છે. નેશનલ એઇડ્‌સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (એનએસીઓ) એ પોતાના અહેવાલમાં જણાયું છે કે ૨૬૦૯ બ્લડ બેન્કના નેટવર્ક મારફતે દેશ માટે જરૂરી સુરક્ષિત લોહીની ઉપલબ્ધતાના ૧૦ મિલિયન યુનિટ અંદાજ સામે ૮૦-૮૫ ટકાનો દર મેળવી લેવામાં આવ્યો છે. પબ્લિક, સ્વૈચ્છિક, ટ્ર્‌સ્ટ, ખાનગી હોસ્પિટલો અને ખાનગી સંસ્થાઓ મારફતે રક્ત એકત્રીત કરવાની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. હવે નવી પદ્ધતિ મારફતે વાર્ષિક જરૂરી ૯૦ ટકાના ટાર્ગેટને હાસલ કરવા ઉપર ધ્યાન આપવામાં આવશે. ૧૨મી પંચવર્ષીય યોજના (૨૦૧૨-૧૭)માટે એઇડ્‌સ કંટ્રોલ પર કામ કરનાર કારોબારી ગ્રુપે વાર્ષિક લોહીની જરૂરિયાતના ૯૦ ટકાના ટાર્ગેટનહાસલ કરવાની માહિતી આપી હતી.
સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે આ પ્રવૃત્તિ ચલાવવામાં આવશે. શ્યાન ચેટર્જીના નેતૃત્વ હેઠળ આ કારોબારી ગ્રુપે કેટલીક નવી યોજના બનાવી છે. એનએસીઓના સેક્રેટરી શ્યાન ચેટર્જીના નેતૃત્વ હેઠળ આ કારોબારી ગ્રુપે કહ્યું છે કે, ટ્રાન્સફયુઝન માટે ઉપલબ્ધ સુરક્ષિત લોહીના યુનિટની સંખ્યાને ૧૦ મિલિયનથી વધારીને ૧૨ મિલિયન યુનિટ સુધી લઇ જવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, ભારતને સુરક્ષિત લોહીના ૧૦ મિલિયન યુનિટની જરૂર હોય છે. વર્ષ ૨૦૧૦-૧૧માં આ ગ્રુપ દ્વારા ૮.૦૧ યુનિટ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું. બ્લડબેન્ક મારફતે આ પ્રક્રિયા સફળ રીતે ચલાવવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓની ભુમિકા પણ આમા મોટી છે. આ અહેવાલમાં નેશનલ એઇડ્‌સ કંટ્રોલ પ્રોગ્રામ માટે કેટલાક મહત્વપૂર્ણ સુચન પણ કરવામાં આવ્યા છે. આમા સુચન કરવામાં આવ્યું છે કે સ્કુલના અભ્યાસક્રમમાં રક્તદાનના સંદેશાને મહત્વ આપવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ભરતી માટે સમાજને જાગૃત કરવામાં આવે તે પણ જરૂરી છે.
લોહી દાન કરનારને કોઇપણ પ્રકારનો ખતરો નથી. તે અંગે પણ માહિતી ફેલાવવામાં આવે તે પણ જરૂરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હાલના સમયમાં રક્તદાનને લઇને જાગૃતી વધી છે. ૪ મહાનગરોમાં મેટ્રો બ્લડબન્ક સ્થાપિત કરવા માટે કામ શરૂ થઇ ચુક્યું છે. નવી દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચિન્નઈમાં મેટ્રો બ્લડબેન્ક શરૂ કરવામાં આવશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button