નવી દિલ્હી

ચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી !

લાર્જ એરીયા કવર કરતાં ૫જી એન્ટેના વિકસાવી કૃષિ અને ઉદ્યોગમાં વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે,૫ થી ૧૦ મીલી સેક્ન્ડમાં ડિવાઈસ કનેક્ટ થઈ શકશે

 

 

Advertisement

 

 

Advertisement

અમદાવાદ,તા.૧૪
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડો. ગૌતમ મકવાણા દ્વારા ૫જી એન્ટેના વિકસાવવામાં આવી રહ્યું છે, જેનાથી સ્વદેશી ૫જી ટેક્નોલોજીના વિકાસ થકી માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે નહીં પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરીયાત છે. સ્વદેશી ૫જી ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આર્ત્મનિભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચિંધશે. ગુજરાતની આ યુનિવર્સિટીએ ચીનની ટેકનોલોજીને પડકાર ફેંક્યો છે.
ડો. ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા ૨૨લાખથી વધુની ગ્રાંન્ટ મળેલ છે. તેમના જણાવ્યા અનુસાર, જીટીયુ ખાતે સુપર કોમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
૫જી એન્ટેનાથી પ્રતિ સેક્ધડ ૧ કિમીના વિસ્તારમાં ૧ થી ૧૦ લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત ૧ થી ૧૦ ગીગા બીટની સ્પિડથી ૫૦૦ થી ૧૦૦૦ ટેરાબાઈટ ડેટાનું આદાન પ્રદાન પણ કરી શકાશે. આઈઓટી આધારીત ડિવાઈસને ૫જીથી જાેડીને કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વરે થઈ શકશે.
મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે જેનાથી નેટવર્ક રિસપોન્સમાં સ્પીડ વધશે એટલે કે ૫ થી ૧૦ મીલી સેક્ધડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. ૪જીમાં આ સમયગાળો ૨૦ થી ૪૦ સેક્ધડનો છે. ૫જી એન્ટેનાને કારણે ૧૦ થી ૩૦ ગીગાબીટ ડેટા ટ્રાન્સફ સરળતાથી પ્રતિ સેક્ધડે કરી શકાશે. એટલે કે , ૪જીની તુલનામાં ૫જી આવતાં સ્પીડમાં ૧૦૦ ગણો વધારો થશે.
તેમણે કહ્યું કે , તેમના દ્વારા વિકસાવામાં આવતાં ૫જી એન્ટેનામાં ૫જી સહિત ૩જી , ૪જી અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે. ઉપરાંત ભવિષ્યમાં ૬જીને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં એક જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડો. મકવાણા દ્વારા વિકસાવવામાં આવનારા ૫જી એન્ટેના અલગ- અલગ દિશામાં જુદી-જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button