નવી દિલ્હી

કોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ

નવી દિલ્હી,તા. ૧૪
વિશ્વમાં હાહાકાર મચાલી રહેલા કોરોના વાયરસને લઇને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા હવે નવી ચેતવણી જારી કરી છે. કોરોનાના નવા લક્ષણને લઇને દુનિયાને ચેતવણી હવે આપવામાં આવી છે. ડબલ્યુએચઓ નિષ્ણાંતોની ટીમે હવે ચેતવણી આપતા કહ્યુ છે કે બોલવામાં તકલીફ થવાનો અર્થ કોરોનાના ગંભીર લક્ષણ સમાન છે. બોલવામાં તકલીફ પણ કોરોનાના એક લક્ષણ તરીકે છે. હજુ સુધી તબીબો કહી રહ્યા હતા તે કફ અને તાવ રહેવાની બાબત કોરોના વાયરસના બે મુખ્ય લક્ષણ તરીકે છે. જાે કે હવે નવા લ૭ણ મામલે દુનિયાના દેશોને ચેતવણી આપવામાં આવી છે. ડબલ્યુએચઓની ચેતવણી એવા સમય પર આવી છે જ્યારે કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા ત્રણ લાખના આંકડાને પાર કરી ગઇ છે. આ રોગથી સ્વસ્થ થયેલા લોકોએ કબુલાત કરતા કહ્યુ છે કે અન્ય લક્ષણોની સાથે સાથે બોલવામાં પરેશાની થવાની બાબત પણ તેમને હતી. નિષ્ણાંતોની ટીમ દ્વારા કહેવામાં આવ્યુ છે કે કોઇ વ્યક્તિને જાે બોલવામાં તકલીફ થાય છે તો તરત જ તબીબોનો સંપર્ક કરવામાં આવે તે જરૂરી છે. ડબલ્યુએચઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસથી વધારે પ્રભાવિત લોકોને શ્વાસ લેવાની હળવી પરેશાની થઇ શકે છે. તેઓ કોઇ ખાસ સારવાર વગર સ્વસ્થ થઇ શકે છે. કોરોના વાયરસના ગંભીર લક્ષણોમાં શ્વાસ લેવામાં પરેશાની છે. છાતીમાં દુખાવા અથવા તો દબાણની બાબત પણ લક્ષણ તરીકે છે. બોલવામાં પરેશાની થવી અને બોલવાનુ બંધ થવાની બાબત પણ તેની સાથે લક્ષણ ધરાવે છે. જાેકે કોઇ ગંભીર પરેશાની થઇ રહી છે તો તરત જ તબીબો પાસે જવાની જરૂર હોય છે. તબીબો પાસે જતા પહેલા હેલ્પલાઇન પર એક વખતે સલાહ ચોક્કસપણે લેવાની જરૂર હોય છે. કેટલીક વખત બીજા કારણોસર પણ બોલવામાં તકલીફ આવે છે. કોરોના વાયરસના લક્ષણને લઇને નવી વિગત સપાટી પર આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button