Breakingગુજરાત

હવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા છે. હવે ટૂંક સમયમાં નવરંગપુરા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરશે. કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. કેજરીવાલના સ્વાગતને લઈને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત 40 જેટલાં કર્મીઓ ગોઠવાયા ગયા હતા. એરપોર્ટ પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી. આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી સફળતા મેળવ્યા બાદ હવે વિધાનસભા ચૂંટણીમાં પણ જંપલાવી શકે છે. ગુજરાત પ્રવાસે આવેલ અરવિંદ કેજરીવાલે અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી, આ દરમિયાન ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત પરથી સ્પષ્ટ થયું છે કે, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કર્યા હતા.

કેજરીવાલે દેશની આઝાદી અને ત્યારબાદ તેના નિર્માણમાં ગુજરાતીઓના યોગદાનને બિરદાવ્યા હતા. જો કે, આ વેળાએ તેમણે વ્યૂહાત્મક રીતે ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલનું જ નામ લીધું હતું. બાકી, મહાત્મા ગાંધી સહિત અન્ય કોઈ ગુજરાતી નેતાઓના નામ લીધા નહોતા. કેજરીવાલે કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં ગુજરાતી નેતાઓ જ નહીં, ગુજરાતી આમઆદમીનું પણ મહત્ત્વનું યોગદાન હતું. દેશ આઝાદ થયો તે પછી 500થી વધુ રજવાડાઓને એક કરીને સરદારે ખરા અર્થમાં દેશને એક કર્યો હતો. સરદારના યોગદાન વિના આજે જે ભારત છે તે બની શક્યું ન હોત.

Advertisement

જનતાએ મને બહુ પ્રેમ આપ્યો, જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું: ઈશુદાન
પ્રેસ કોન્ફ્રન્સ ઈશુદાને જણાવ્યું કે, જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકીએ એવો મેં પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જોઈએ. મને લાગ્યું હવે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે. હવે ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે. બનતી કોશિશ કરીશ કે રાજનીતિની ગંદકી દૂર કરીશું. કોંગ્રેસ પણ આમા નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જોઈએ છે.

કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર
* ગુજરાતની ખરાબ હાલત પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન છે
* ભાજપને જરૂર પડી ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે.
* 27 વર્ષ બંને પાર્ટીની મિત્રતાની છે અને કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે.
* ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે, સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે.
* બંને પાર્ટીઓએ કોરોનામાં ગુજરાતને અનાથ છોડી દીધું છે.
* દિલ્લીમાં જો વીજળી ફ્રી છે તો ગુજરાતમાં વીજળી મોંઘી કેમ છે
* 2022 વિધાનસભામાં 182 સીટ પર ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે
* ગુજરાતમાં યુવા બેરોજગાર, સારું શિક્ષણ નથી તેમજ સરકારી હોસ્પિટલ, સ્કૂલો ખરાબ છે
* ગુજરાતની રાજનીતિ ખરાબ છે, બંને પાર્ટીઓ સાથે મળી ચૂંટણી લડે છે
* ગુજરાતનું મોડલ ગુજરાતમાં જ રહેશે.ગુજરાતના લોકો પોતાનું મોડલ ખુદ તૈયાર કરશે

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button