ટૉપ ન્યૂઝઆણંદગુજરાત

આણંદમાં ૩૦ વર્ષના યુવકે બે બાળકીઓ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

પત્નીનું તાજેતરમાં બીમારીને કારણે મોત થતા ત્રણ બાળકોની જવાબદારી પિતા પર આવી જતા કંટાળી ગયેલ પિતાએ આખરી પગલું ભર્યું, સાત માસનો પુત્ર સાસુ જાેડે હોવાથી તે એકલો જ બચી ગયો છે

આણંદ, તા. ૧૫
આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે જીટોડીયા રોડ વેરહાઉસની પાછળના ભાગે રહેતા ૩૦ વર્ષીય પ્રજાપતિ યુવકે આજે વહેલી સવારે પોતાની બે નાની બે બાળકીઓ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મરનાર યુવકની પત્નીનું તાજેતરમાં જ મોત થયું હોય અને બાળકોની જવાબદારી પિતા ઉપર આવી પડી હતી. તેમજ મજુરીકામ કરી જીવન ગુજરાન ચલાવતો હોવાથી મુશ્કેલીમાં મુકાયો હતો. અને પત્નીનો વિરહ પણ સહન કરી શકતો ન હતો. જેથી વહેલી સવારે કોઈપણ સમયે યુવકે પોતાની બે બાળકીઓને પહેલા ફાંસો આપી જાતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

 

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર પાદરા તાલુકાના દુધાવાળા ગામના અને હાલ સેન્ટર વેરહાઉસની પાછળ આવેલ વિસ્તારમાં રહેતા ચીરંજીવી ઘનશ્યામભાઈ પ્રજાપતિ ઉ.વ. ૩૦ આણંદ ખાતે નાની મોટી મજુરીકામ કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતો હતો.  થોડા સમય પહેલા જ પત્ની લલીતાબેનનું કોઈ બીમારીમાં મોત નીપજ્યું હતું. તેના વિરહમાં યુવક જરી રહ્યો હતો. તેમજ બે બાળકીઓ એકનું નામ માનસી ઉ.વ. ૬ અને પ્રિયાંશી ઉ.વ. ૩ તથા સાત માસનો બાળક દર્શનની જવાબદારી તેના માથે આવી પડી હતી. મજુરીકામે જાય કે બાળકોને સંભાળે તે પ્રશ્ન થઈ પડ્યો હતો. જાેકે સાત વર્ષનો દર્શન સાસુમા પાસે રહેતો હતો. આમ બાળકોની જવાબદારીથી કંટાળી ગયેલ અને પત્નીના વિરહમાં ભાન ભુલી ગયેલા ચીરંજીવી પ્રજાપતિએ મંગળવારે પહેલી પરોઢીયે કોઈપણ સમયે પોતાની બે બાળકીઓ માનસી અને પ્રિયાંશીને પહેલા ગળે ફાંસો આપી જીવન ટુંકાવ્યું હતું ત્યારબાદ જીરંજીવી જાતે ઘરના મોભ પર દોરડુ બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આજે સવારે આજુબાજુના લોકોએ ઘરમાં યુવકને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જાેતા આણંદ ટાઉન પોલીસને જાણ કરી હતી. જેથી ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાલમાં તો ત્રણેયના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે. આમ ભાન ભુલેલા યુવકે પોતાના સાત માસના બાળકની પણ ચિંતા કર્યા વિના જીવન ટુંકાવતા આ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. જાેકે સાત માસનો દર્શન સાસુમા પાસે હોવાથી બચી ગયો હોવાનું લોકોનું માનવું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button