આણંદ

નામણમાં મંજુરી વિના બર્થડે પાર્ટીમાં ૨૫૦ લોકો ભેગા કરનાર બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો

આણંદ, તા. ૧૫
બોરસદ તાલુકાના નામણ ગામે વાડીયાપુરા સ્કુલની સામે જાહેરમાં બર્થડે પાર્ટીની મંજુરી લીધા વિના ૨૦૦ થી ૨૫૦ લોકો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરતા બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર બોરસદ ગ્રામ્ય પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેઓ નામણ વાડીયાપુરા સ્કુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વખતે ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો અને ૨૦૦ થી ૨૫૦ લોકો વરઘોડામાં ભેગા થઈ નાચગાન કરી રહ્યા હતા. જેથી પોલીસે તપાસ કરતા નામણ ગામના વાડીયાપુરામાં રહેતા પ્રકાશભાઈ રણજીતભાઈ સોલંકીએ પોતાની નાની દિકરીની બર્થડે હોય કોઈ પણ જાતની મંજુરી વિના બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હોવાનું જણાયું હતું તેમજ બર્થડે પાર્ટીમાં નીલેશકુમાર છોટાભાઈ પરમાર રહે. મોરડ ડીજે લઈને આવ્યા હોવાનું જણાયું હતું. જેથી આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે બર્થડે પાર્ટીનું આયોજન કરનાર પ્રકાશભાઈ રણજીતભાઈ સોલંકી અને નીલેશકુમાર છોટાભાઈ પરમાર વિરુદ્ધ જાહેરનામા ભંગ અને મહામારી અધિનિયમ તેમજ ડીજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button