આણંદગુજરાતટૉપ ન્યૂઝ

તારાપુર અકસ્માતમાં એક જ પરિવારના 6 સભ્યોનાં કરુણ મોતથી 75 વર્ષીય મોભી પર આભ તૂટી પડ્યું….

ભાવનગરના વરતેજનો અજમેરી પરિવાર જલગાવમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. લગ્ન પ્રસંગ માણીને પરિવાર વરતેજ પરત ફરી રહ્યો હતો ત્યારે તારાપુર નજીકના ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ઇકો કારનો અકસ્માત થતાં અજમેરી પરિવારના 6 સભ્યો સહિત 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતની એવી કરુણતા છે કે જે ઘરમાં હરહંમેશ બાળકોની કિલોલ્લ અને પરિવારજનોની હસી ગુંજતી હતી આજે એ પરિવારના મોભી સાથે બે પળ વિતાવવાવાળું પણ કોઇ બચ્યું નથી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાંમાં બે તો નાનાં બાળકો છે અને બાકીના 22થી 40 વર્ષના છે. હવે પરિવારના 75 વર્ષના દાદા સિવાય કોઇ જીવિત રહ્યું નથી. વહેલી સવારની અમુક ક્ષણોમાં પિંજારા અજમેરી પરિવારનો માળો વિખાઈ ગયો.

વાસદ બગોદરા હાઇવેનું સીકસ લેનનું કામ દશ વર્ષથી ચાલે છે. ઠેર ઠેર ડાઇવર્જનના પગલે અવારનવાર  ગોઝારા અકસ્માત સર્જાય છે. બુધવારે વહેલી સવારે તારાપુર વટામણ વચ્ચે ઇન્દ્રણજ ગામના પાટીયા પાસેથી ભાવનગર તરફ જઇ રહેલી ઇકો કારને મોરબી તરફથી પુરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે ચાલકને ઝોકું આવતાં કે અન્ય કોઇ કારણસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રક રોંગ સાઇડે જઇને ઇકો કારને હડફેટમાં લઇ ૨૦ ફૂટ દુર લઇ જતાં આખી ઇકો કાર ટ્રકના એન્જીનના ભાગમાં ઘુસી જતાં ફુરચે ફુરચા નીકળી ગયા હતા. ઇકો કારમાં બેઠેલા નવ સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જેના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઇકો કાર ચીરીને તમામ મૃતદેહો બહાર કઢાવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ કેન્દ્રના ગૃહમંત્રી  રાજયની મુખ્યમંત્રી અને કોંગ્રેસના  રાજ્યસભાના સાંસદ સહિતના નેતાઓએ આ ગોઝારી ઘટના બદલ દીલગીરી વ્યકત કરીને મૃતકના પરીવારને સાંત્વના પાઠવી હતી.

Advertisement

Advertisement

ભાવનગરના વરતેજ ગામે  રહીમભાઇ સૈયદનો પરિવાર ઇકો કારમાં કોઇ કામ અર્થે મહારાષ્ટ્ર ગયો હતો. ગઇકાલે મોડી સાંજે મહારાષ્ટ્ર રહીમભાઇનો પરિવાર કારમાં બેસીને ભાવનગર પરત જવા નીકળ્યો હતો. વાસદ તારાપુર બગોદરા રોડ ઉપર સવારે ૬.૩૦ કલાકે ઇન્દ્રણજ ગામના પાટીયા નજીક પસાર થઇ રહી હતી. હાલમાં સીકસ લેનનું કામ ચાલતુ હોવાથી ઇન્દ્રણજ પાટીયા પાસે પણ ડાઇવર્જન આપેલ છે. આ ડાઇવર્ઝન પાસેથી કાર પસાર થઇ રહી હતી. ત્યારે વટામણ તરફથી પુર ઝડપે આવી રહેલી ટ્રક ના ચાલકને ઝોંકુ આવતા કે અન્યકોઇ કારણ સર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં રોંગ સાઇડે જઇને ઇકો કારને અડફેટમાં લઇ ૨૦ ફુટ દૂર ખેંચી જતાં કારના ફુરચે ફુરચા નીકળી ગયા હતા.આ બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સૌ પ્રથમ  કારમાં  ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ નિષ્ફળ જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ તંત્ર દ્વારા ક્રેઇનની મદદથી કારને બહાર કાઢી હતી. તેમજ કાર ચીરીને  તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.  કારમાં સવાર નવ વ્યકિતઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતા. જેમાં પાંચ પુરુષ, બે બાળક અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

Advertisement

આ બનાવની જાણ થતાં જ આણંદ જીલ્લા પોલીસ વડા અજીત રાજીયન,જીલ્લા કલેકટર આર.જી. ગોહિલ, ડીવાયએસપી ભારતીબેન સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને તાત્કાલીક મૃતકોના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. તેમજ મરનાર પરીવારની ઓળખ  મેળવીને તેમના પરિવારજનોને તાત્કાલીક જાણ કરવામાં આવી હતી.

Advertisement

મૃતકોની યાદી
રઇમભાઇ સૈયદ (ઉ.વ.૬૦)
મુસ્તુફા ડેરૈયા (ઉ.વ.૨૨)
સીરાજભાઇ અજમેરી (ઉ.વ.૪૦)
મુમતાઝબેન અજમેરી (ઉ.વ.૩૫)
રઇશ સીરાજભાઇ (ઉ.વ.૦૪)
અનીષાબેન અલતાફભાઇ (ઉ.વ.૩૦)
અલતાફભાઇ  (ઉ.વ.૩૫)
મુસ્કાન અલતાફભાઇ (ઉ.વ.૬)
ગાડીનો ડ્રાઇવર (સીદસર)

મુખ્યમંત્રીની સુચનાના પગલે વહીવટી તંત્ર કામે લાગ્યું હતું 
ઇન્દ્રણજ પાસે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં નવ વ્યકિતના મોત નીપજયાં છે.તેની જાણ થતાં મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ આણંદ જીલ્લા વહીવટી તંત્રને સુચના આપીને ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનાર સભ્યોના પરિવારને મદદરુપ થવા જણાયું છે. સાથે સાથે અકસ્માત નીવારવા માટે શું થઇ શકે તે અંગેની તપાસ કરી તાત્કાલીક ઘટતી કાર્યવાહી કરવાની સુચના આપતાં વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જીલ્લા કલેકટર આર.જી.ગોહિલના માર્ગ દર્શન હેઠળ માર્ગ મકાન વિભાગની ટીમોએ તાત્કાલીક નિરીક્ષણ હાથ ધર્યુ છે.

Advertisement

ભગવાન મૃતકોના આત્માને શાંતિ અર્પે  ઃ ગૃહમંત્રી અમિત શાહ
આણંદના તારાપુર હાઇવે પરથયેલા અકસ્માતના સમાચાર જાણીને અત્યંત વ્યતિત  આ અકસ્માતમાં એક જ પરિવારના ૯ સભ્યોએ જીવ ગુમાવ્યાના સમાચાર વિચલીત કરી દે તેવા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ અર્પે અને પરિવાર જનોને  દુઃખ સહન કરવાની શકિત આપે એ જ પ્રાર્થના.

Advertisement

જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ (ડભોઉ) ઘટના સ્થળે મુલાકાત લઇ દુઃખ વ્યકત કર્યુ હતું
આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલે ઘટના સ્થળની મુલાકાત લઇ જણાવ્યું કે,ઇન્દ્રણજ નજીક ગોઝારો અકસ્માતની ઘટના દુઃખદ છે. જેમાં એક જ પરિવારના ૯ સભ્યોના મૃત્યુ થયા છે. ત્યારે મૃતકોના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. તેમજ હાલમાં સિકસ લેનનું કામ ચાલતુ હોવાથી અકસ્માતો વધી ગયા છે.ત્યારે રોડનું કામ  પુર્ણ કરવાની અગામી સપ્ટેમ્બર માસ સુધીની ડેડલાઇન છે.તે પહેલા જ કામ પુર્ણ કરવા કોન્ટ્રાકટરને રજુઆત કરાશે.

Advertisement

તંત્રને તાત્કાલીક મૃતક પરિવારને મદદ પુરી પાડવા સુચના આપી : મુખ્યમંત્રી
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીનેે  આ બનાવની જાણ થતાં જ મૃતક પરિવારોને સાંત્વના પાઠવી હતી. તેમજ અકસ્માતમાં ભોગ બનેલા લોકોને ત્વરીત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સુચના આપી છે. પ્રભુ મૃતકોના આત્માને શાંતિ અર્પે અને પરિવારને સહન કરવાની શકિત આપે એજ પ્રાર્થના.

ગોઝારી ઘટનામાં મૃત પામનારને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા : શકિતસિંહ ગોહેલ
કોંગ્રેસના નેતા અને રાજ્ય સભાના સાંસદ શકિતસિંહ ગોહેલે મહારાષ્ટ્રથી ભાવનગર જતી ઇકો કારને અકસ્માત નડતાં નવ વ્યકિતના મોત થયાં છે. જેમાં બે બાળકોનો સમાવેશ  થયો હોવાના સમાચારથી હું વ્યતિત થયો છું. સદગતના આત્માને શ્રદ્ધા સુમન અર્પણ ્કર્યા હતા. માર્ગ અકસ્માત રોકવા માટે સરકારે યોગ્ય પાલન કરવું જાેઇએ.

Advertisement

તંત્રને જરુરી તમામ મદદ કરવા જણાવ્યું ઃ સાંસદ મિતેશભાઇ પટેલ
ઇન્દ્રણજ ગામ નજીક ગોઝારા અકસ્માતથી થયેલા મૃત્યુથી હું શોકગ્રસ્ત છું. તેમ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું. અને હું સતત તંત્ર સાથે સંપર્કમાં છું. તથા તંત્ર તરફથી જરુરી તમામ  મદદ માટે વાતચીત કરી છે. પ્રભુ મૃતકોના આત્માને સદગતિ અર્પે અને પરિવારને દુઃખ સહન કરવાની શકિત બક્ષે તેવી પ્રાર્થના.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button