
ચરોતરમાં તાપમાનનો પારો સતત ઉંચો જતાં ગરમી શરૂ થઇ ગઇ હતી. એમાં બુધવારની રાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવન ફુંકાવા સાથે વીજળીના કડાકા અને વાદળો ગાજતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આણંદ જિલ્લામાં આણંદ, સોજીત્રા,તારાપુર, ઉમરેઠ , પેટલાદ તાલુકામાં ક્યાંક છાંટા તો કયાંક ક્યાંક ધોધમાર વરસાદના ઝાપટા પડ્યા હતાં જ્યારે ખેડા જિલ્લાના ખેડા, માતર, મહુધા , ઠાસરા તાલુકામાં વરસાદ પવન ફુંકાવા સાથે વાદળો છવાઇ ગયા અને વીજળીના ચમકારા સાથે ગાજવીજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારબાદ કયાંક છાંટા તો કયાંક હળવો વરસાદ થયો હતો..
Advertisement
Advertisement