નવી દિલ્હી

૧ કપ ચાના રૂ.૫૧૦૦:કોફીનાં રૂ. ૭૩૦૦: ૧ કિલો કેળાના રૂ. ૩,૩૩૬: આ છે ઉત્તર કોરીયાની સ્થિતી

પ્યોંગયાંગ,તા. ૨૧
કોરોના વાયરસની આ મહામારીમાં ઉત્ત્‌ર કોરિયા ભૂખમરા તરફ આગળ વધી રહ્યું છે! મળતી માહિતી મુજબ, ઉત્ત્‌ર કોરિયામાં હવે માત્ર ૨ મહિનાનું જમવાનું બચ્યું છે. ત્યાંના તાનાશાહ કિમ જાેંગ ઉને ચેતવણી આપી છે કે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ઉત્ત્‌ર કોરિયામાં ફૂડની અછતના કારણે ત્યાં એક ચા ૫૧૦૦ રૂપિયામાં વેચાઈ રહી છે. જયારે ત્યાં એક કોફીની કિંમત ૭૩૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એક કિલો કેળા ૩,૩૩૬ રૂપિયે વેચાઈ રહ્યા છે.
કોરોના વાયરસની આ મહામારીના કારણે ઉત્ત્‌ર કોરિયામાં આવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાની મહામારીથી બચવા માટે ઉત્ત્‌ર કોરિયાએ ચીન સાથે જાેડાતી પોતાની તમામ સરહદ બંધ કરી દીધી હતી. જેના કારણે જરૂરિયાતના સામાનની અછત સર્જાઈ છે. જયારે આ વર્ષે ઉત્ત્‌ર કોરિયામાં દરિયાઈ તોફાનના કારણે પાકને દ્યણું નુકસાન થયું છે. જેના કારણે ઉત્ત્‌ર કોરિયાનું કૃષિ ઉત્પાદન ઠપ થઈ ગયું છે. હવે ઉત્ત્‌ર કોરિયામાં માત્ર ૨ મહિનાનું જમવાનું બચ્યું છે.
હવે ઉત્ત્‌ર કોરિયામાં ફૂડ પ્રોડકટ્‌સની કિંમતમાં ભારે વધારો થઈ ગયો છે. ત્યાંના લોકોને એવો પણ ડર સતાવી રહ્યો છે કે કયાંક સ્થિતિ વર્ષ ૧૯૯૦ના દાયકાના ભૂખમરા જેવી થઈ જાય નહીં. ત્યારે ભૂખમરામાં ઉત્ત્‌ર કોરિયામાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ઉત્ત્‌ર કોરિયામાં આજકાલ ખાંડ, તેલ અને લોટની અછત સર્જાઈ છે. આ સિવાય ભાત અને ગેસનો સપ્લાય પણ અવ્યવસ્થિત થઈ ગયો છે.આ દરમિયાન ઉત્ત્‌ર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉનએ માન્યું કે સરકાર પોતાના નાગરિકોનું પેટ ભરી શકતી નથી. જયારે સંયુકત રાષ્ટ્રની એજન્સી જ્ખ્બ્એ કહ્યું કે ઉત્ત્‌ર કોરિયામાં માત્ર ૨ મહિનાનું કરિયાણું બચ્યું છે. કિમ જાેંગ ઉને સંકટ વિશે સંપૂર્ણ માહિતી આપી નથી પણ માત્ર એટલું કહ્યું કે જનતા ભૂખમરા જેવી સ્થિતિ માટે તૈયાર રહે. કિમ જાેંગ ઉને પાર્ટી વર્કર્સને કહ્યું કે તેઓ જનતાને આ સંકટમાંથી બચાવવાનું કાર્ય કરે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button