નવી દિલ્હી

વાયુ પ્રદુષણના કારણે કિડનીની બિમારીનો ખતરો પણ વધે છે…. દુષિત હવામાં શ્વાસથી કિડની ખરાબ

વાયુ પ્રદુષણના કારણે હાર્ટ સાથે સંબંધિત રોગ, સ્ટ્રોક, કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બિમારી પણ થાય છે તે બાબત તો જગજાહેર છે

 

 

Advertisement

એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વાયુ પ્રદુષણના કારણે માનવીમાં કિડનીની બિમારીઓનો ખતરો હવે સતત વધી રહ્યો છે. વાયુ પ્રદુષણનુ પ્રમાણ દેશના તમામ રાજ્યોમાં હાલના વર્ષોમાં ચિંતાજનકરીતે વધી ગયુ છે. આવી સ્થિતીમાં કિડની અને શરીરની અન્ય બિમારીનો ખતરો પણ વધી રહ્યો છે. હવે એવુ પણ જાણવા મળ્યુ છે કે વાયુ પ્રદુષણના કારણે હાર્ટ સાથે સંબંધિત રોગ, સ્ટ્રોક, કેન્સર અને અસ્થા જેવી બિમારી થાય છે. કિડનીની બિમારીનો ખતરો પણ હવે વધી રહ્યો છે. અમેરિકાના વોશિગ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિનના સંશોધકોએ કહ્યુ છે કે વાયુ પ્રદુષણના કારણે કિડનીની બિમારી પણ થાય છે. શોધ કરનાર લોકોએ કિડનીની બિમારીમાં વાયુ પ્રદુષણની અસર અંગે માહિતી મેળવી લેવા માટે આશરે આઠ વર્ષ સુધી શોધ પ્રવૃતિ ચલાવી હતી. વર્ષ ૨૦૦૪માં શરૂ કરવામાં આવેલા અભ્યાસમાં આશરે ૨૫ લાખ લોકોને સામેલ કરવામા ંઆવ્યા હતા. શોધ કરનાર લોકોએ કિડની રોગ સાથે સંબંધિત એક કાર્યક્રમમાં અમેરિકાના ઇન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી અને નાસા દ્વારા એકત્રિત કરવામાં આવેલા વાયુ ગુણવત્તાના સ્તરોની સરખામણી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે કિડનીની બિમારીના ૪૪ હજાર ૭૯૩ નવા મામલા અને કિડની ફેલ થવાના બે હજાર ૪૩૮ મામલામાં વાયુ પ્રદુષણઁને જવાબદાર ગણી શકાય છે. આંકડામાં મુલ્યાંકન કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ કે વાયુ પ્રદુષણ અને કિડનીની બિમારી વચ્ચે પણ સીધો સંબંધ રહેલો છે. ઇન્વાયરમેન્ટલ પ્રોટેક્સન એજન્સીના ૧૨ માઇક્રો ગ્રામ પ્રતિ ઘન મીટરની હદથી ખુબ વધારે આને ગણી શકાય છે. આ માનવ માટે સુરક્ષિત ગણવામાં આવતા વાયુ પ્રદુષણના આંકડા કરતા ખુબ વધારે છે. વાયુ પ્રદુષણના કારણે કિડનીને નુકસાન થાય છે. વાયુ પ્રદુષણ હાર્ટ અને ફેંફસા જેવી બિમારીને પણ આમંત્રણ આપે છે. જીનેવા સ્થિત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એ પોતાના અહેવાલમાં કહ્યું છે કે દર વર્ષે વાયુ પ્રદુષણના કારણે વિશ્વભરમાં ૨ મિલિયન અથવા તો ૨૦ લાખ લોકોના મોત થઈ જાય છે. ડબલ્યુએચઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટામાં આ મુજબ જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૫૧ દેશોના ૧૧૦૦ શહેરોમાંથી આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ હવાઈ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આના કારણે હાર્ટ સાથે સંબંધિત રોગ, ફેંફસાના કેન્સર, અસ્થમા અને શ્વાસ લેવાની તકલીફ તેમજ અન્ય ઇન્ફેક્શન રોગોનો સમાવેશ થાય છે. ઘણા શહેરી વિસ્તારોમાં આ તમામ રોગ સામાન્ય બની ચૂક્યા છે. કેટલાક શહેરોમાં પ્રદૂષણની સપાટી ડબલ્યુએચઓની માર્ગદર્શિકાની સરખામણીમાં ૧૫ ઘણી વધારે છે. વિકાસશીલઅને વિકસીત બંને દેશોમાં હવાઈ પ્રદૂષણ માટે જે પરિબળો જવાબદાર છે તેમાં વાહન પરિવહન, નાના પાયાના ઉદ્યોગો અને અન્ય મોટા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઉપરાંત બાયોમાસ સળગાવવા અને કુકીંગ માટે કોલસાને લઈને પણ પ્રદુષણ ફેલાય છે. હવાઈ પ્રદુષણમાં અન્ય ઘણા પરિબળો પણ યોગદાન આપે છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button