Breakingઆણંદગુજરાત

બાકરોલ તળાવમાં સફાઈની કામગીરી હાથ ન ધરાતા જંગલી નાળો ઉગી નીકળતા સ્થાનિકો પરેશાન

દુર્ગંધયુક્ત ગટરના પાણી તળાવમાં થલવતા આજુબાજુના રહીશો પરેશાન

આણંદ, તા. ૨૩
આણંદ નગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ બાકરોલ તળાવની બ્યુટીફિકેશન કરવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે તે સમયે બાકરોલ તળાવનું ખોદકામ કરી ઉંડુ બનાવીને તેની ફરતે વોકીંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. તે સિવાય અન્ય કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્યારબાદ બાકરોલ તળાવમાં ગટરના ગંદા પાણી છોડવાનું આજે પણ ચાલુ રાખવામાં આવે છે. જેના કારણે સ્થાનિકો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બાકરોલ તળાવમાં જંગલી નાળો પણ  મોટા પ્રમાણમાં છવાઈ ગયા છે.
બાકરોલ તળાવની સાફ સફાઈ કરવામાં ન આવતા તળાવની ફરતે ઝાડી ઝાંખરા છવાઈ ગયા છે તેમજ જંગલી નાળો મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો છે. જેથી તળાવના બ્યુટીફિકેશનની પાછળ ખર્ચેલા નાણાં પણ એડે ગયા છે. તેમજ જંગલી વનસ્પતિ અને ગંદકીને કારણે ઝેરી જીવજંતુઓનું પ્રમાણ વધી ગયું છે. વરસાદમાં આ ઝેરી જીવજંતુઓ તળાવની બાજુમાં આવેલ સોસાટીઓમાં પ્રવેશી જતા લોકો હેરાન થઈ ગયા છે. તેમજ તળાવમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા ભારે દુર્ગંધ મારે છે. જેને કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. તેમજ સવારે વોકીંગ ટ્રેક પર ચાલવામાં આવતો લોકો પણ દુર્ગંધને કારણે પરેશાન થઈ રહ્યા છે. આ અંગે બાકરોલ વિસ્તારના કાઉન્સીલર સહિત સ્થાનિક આગેવાનોએ નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. બાકરોલ ગામનું તળાવ સૌથી મોટું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તકેદારી રાખવામાં ન આવતા બિસ્માર હાલતમાં ફેરવાઈ રહ્યું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button