આણંદ

સોજીત્રા પાલિકામાં ભુવા જાગરીયાનું રાજ ઃ માર્ગો ઉપર ઠેર ઠેર ભુવા

પાલિકાની જુના કોટ પર નવા થીંગડા મારી નવા રંગરૂપ આપી નાણાં પડાવવાનો કીમિયોે

આણંદ, તા. ૨૪
સોજીત્રા શહેરમાં ચુંટણી અગાઉ જ સરકારી ગ્રાન્ટનો દુરપયોગ કરી શહેરના માર્ગો સારા હોવા છતાં રાતોરાત ડામર ક્રોકીંટના રોડ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. આમ સરકારી નાણાનો દુરપયોગ કર્યો હતો. પાલિકામાં વર્ષોથી વિકાસના નામે નાણાં ચાઉં કરવાની નીતિ અપનાવતા ભુવા જાગરીયાને કારણે શહેરના વિકાસને મોટી ઠેસ પહોંચી છે અને નગરજનોને આજે પણ કાયમી સુવિધાનો લાભ મળતો નથી.
સોજીત્રા સંતરામ મંદિરથી સ્મશાન તરફ જવાના રસ્તો છ માસ પુર્વે બનાવીને બમ્પ મુકવામાં આવ્યા હતા. જાેકે પાલિકા તંત્ર દ્વારા રાતોરાત બમ્પ કાઢવા માટે પણ જેસીબી મશીન કામે લગાવીને નાણાનો દુરપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. સમડી ચકલા વિસ્તારના સહિતના રોડ ઉપર બમ્પ બનાવવામાં આવ્યા હતા. કોઈ કારણસર રાતોરાત બમ્પ કાઢી નાખતા નગરજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઉપરાંત શહેરમાં રોડ બનાવતી વખતે ગટરની કુંડીઓના ઢાંકણા પણ દબાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે હાલ ઢાંકણા ખોલવા માટે પણ રોડનું ખોદકામ કરીને ઠેર ઠેર ખાદા પાડી દીધા છે. આમ સરકારી ગ્રાન્ટનો મોટા પાયે દુરપયોગ થઈ રહ્યો છે. તેમજ જે તે સમયે રોડ રસ્તા બનાવતી વખતે કોન્ટ્રાકટરને રોડના યોગ્યતા બાબતે પણ અને તેની અવધિ સહિતની કામગીરી અંગે ચોખવટ કરવામાં આવતી હોય છે. તેમજ રોડ બિસ્માર થાય તો તેના ખર્ચે જ બનાવવાનો હોય છે. તે તમામ પાસા નક્કી કરવામાં આવતા હોવાથી દર વખતે રોડના સમારકામના નામે નગરપાલિકામાંથી નાણાં ફાળવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સોજીત્રા શહેરમાં છ માસ અગાઉ જ નવા રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા અને તેની ઉપર બમ્પ મુકવામાં આવ્યા હતા. જાેકે હાલમાં સામાન્ય વરસાદમાં મોટાભાગના રસ્તા બિસ્માર બની ગયા છે. તેમજ ઠેર ઠેર મોટા મોટા ખાડા અને ભુવા પડી ગયેલા જાેવા મળી રહ્યા છે. આમ સોજીત્રા નગરમાં ભુવાનું સામ્રાજ્ય છવાયેલું જાેવા મળે છે. જેના કારણે સ્થાનિક રહીશોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. કોન્ટ્રાક્ટરને રોડનું કામ પુર્ણ થાય તે પહેલા બીલ ચુકવી દેવામાં આવતા હોય છે અને કોઈપણ કોન્ટ્રાકટરની ડીપોઝીટ પણ જમા રખાઈ નથી. આમ પાલિકાના સત્તાધિશો કોન્ટ્રાક્ટર સાથે મળીને નાણાં ઉઝેડતા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button