આણંદ

એસ. પી. યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષામાં એમસીક્યુ પદ્ધતિથી લેવાતા ભારે વિરોધ

વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પાસે થાળી વાડકી વગાડીને વિરોધ નોંધાયો

આણંદ, તા. ૨૪
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આખું વર્ષ ઓનલાઈન તમામ ફેકલ્ટીમાં થીયરીકલ અભ્યાસ કરાવવામાં આવ્યો છે. તેની સામે વાર્ષિક પરીક્ષામાં થીયરીકલ પ્રશ્નોની જગ્યાએ ઓનલાઈન એમસીક્યુ પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થવાની પણ સંભાવના છે. જેના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા એસ. પી. યુનિવર્સિટીના કુલપતિ સહિત સ્થાનિક રાજકીય નેતાઓને પણ રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા ગુરુવારે બપોરે ૧૨-૩૦ કલાકે વિદ્યાર્થીઓએ એસ. પી. યુનિવર્સિટી પાસે એમસીક્યુના વિરોધમાં થાળી વાડકી વગાડીને સુત્રોચ્ચાર કર્યા હતા.
સરદાર પટેલ યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન લેક્ચરમાં થીયરી ભણાવવામાં આવી છે. એમસીક્યુ બેઈઝડ હેઠળ ક્યારે ભણાવવામાં આવ્યું નથી. એમસીક્યુ બેઈઝડનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું નથી.  યુનિવર્સિટીએ પરીક્ષાનો ગાળીયો કાઢવા માટે એમસીક્યુ પદ્ધતિ અપનાવીને વિદ્યાર્થીઓના ભાવીને જાેખમમાં મુક્યું છે. તેના વિરોધમાં આજે વિદ્યાર્થીઓએ થાળી વાડકી વગાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button