આણંદ

વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાં રથયાત્રા પુર્વે જગન્નાથજીને જલસ્નાન કરાયું

આણંદ, તા. ૨૪
વિદ્યાનગ ઈસ્કોન મંદિર દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી રથયાત્રાનું આયોજન  કરવામાં આવ્યું છે. જાેકે કોરોનાની મહામારીના પગલે ગત વર્ષે રથયાત્રા સાદગીપુર્ણ રીતે કરાઈ હતી. જાેકે આ વખતે ઈસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વખતે બેઠક મંદિરથી રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ આ વખતે રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશન નજીકથી રથયાત્રાનો પ્રારંભ સંતોના હસ્તે કરવામાં આવશે ત્યાંથી નીકળી અમુલ ડેરી રોડ થઈ ડૉ. કુરીયન માર્ગ થઈ લોટીયા ભાગોળ થઈ ટાઉન હોલ રોડ થઈ ભાઈકાકા સ્ટેચ્યુથી ઈસ્કોન મંદિરે પહોંચશે. જ્યાં મહાપુજા પણ કરવામાં આવશે.
વિદ્યાનગર ઈસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજે ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની તૈયારીઓ અત્યારથી ચાલી રહી છે. ભગવાન જગન્નાથને જલસ્નાન કરાવીને આરતી ઉતારવામાં આવી હતી. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો.
વિવિધ નદીઓમાંથી જળ લાવીને જગન્નાથ ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંતો અને નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button