આણંદ

ફેક ઈન્સ્ટ્રાગ્રામ પર છોકરીઓ સાથે મિત્રતા કેળવીને નાણાં પડાવતા શખ્સને આણંદ સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો

આણંદ, તા. ૨૪
આણંદમાં નવનિર્મિત સાઈબર ક્રાઈમ પોલીસ વિભાગ દ્વારા હાલમાં ઓનલાઈન કે સોશ્યલ મીડીયાના માધ્યમથી છેતરપીંડી આચરતા તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન જાણવા મળેલ કે કોઈ અજાણ્યો શખ્સ ફેક ઈન્સ્ટ્રાગ્રામ અને સ્નેપચેટ આઈડી દ્વારા છોકરીઓ સાથે મિત્રતા કેળવીને તેમના બિભત્સ ફોટા પાડી લઈ પ્રસારિત કરવાની ધમકી આપીને નાણાં પડાવતો હતો. ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસને બાતમી મળી હતી કે છોકરીઓ પાસેથી નાણાં પડાવનાર શખ્સ જુના બસ સ્ટેન્ડ પાસે આવનાર છે. તેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ ટેકનીકલ આધારિત ગુનાઓ શોધી કાઢવા માટે નાયબ પોલીસ અધિક્ષક બી. ડી. જાડેજા અને પીઆઈ એલ. ડી. ગમારાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સીસ મારફતે સાઈબર ક્રાઈમનો ભોગ બનનારનાઓએ કોઈ અજાણ્યો ઈન્સ્ટ્રાગ્રામ તથા સ્નેપચેટના ધારક બિભત્સ ફોટોગ્રાફ મોકલીને બ્લેકમેઈલ કરી નાણાં પડાવતો હોવાનું બહાર આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કર્યો હતો. જેમાં બહાર આવ્યું હતું કે ઈન્સ્ટ્રાગ્રામ પર છોકરીઓ પાસે નાણા પડાવનાર યુવક જુના બસ સ્ટેન્ડે આવનાર છે. તે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા જગદીશ કેસરીસિંગ સીંધા રહે. ધુવારણ હોવાનું ખુલ્યું હતું. તેની પુછફરછ કરતા આઈડી દ્વારા છોકરીઓ સાથે મિત્રતા કેળવીને બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવતો હોવાનું બહાર આવ્યું હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button