નવી દિલ્હી

અમિત શાહની ગુજરાતની મુલાકાત બાદ પાટીલ મોદીને મળવા દિલ્હી પહોંચતા રાજકારણમાં ગરમાવો

અમદાવાદ,તા.૨૪
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે હતા તેમની મુલાકાત પૂર્ણ થયાના બીજા દિવસે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હીની વાટ પકડતા રાજકીય ગરમાવો આવ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. આવતીકાલે તેઓ વારાણસી જશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
તાજેતરમાં સ્થાનિક સ્તરે વર્તમાન પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પૂર્વ પ્રભારી વી સતીશ સાથે રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને તબક્કાવાર બેઠકો યોજવામાં આવી હતી.આજે સી.આર.પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક દરમિયાન તેઓ રાજ્યની રાજકીય ગતિવિધિઓ તથા સંગઠન બાબતે વડાપ્રધાનને અવગત કરશે તે વાતની શકયતાને નકારી શકાય તેમ નથી.અત્રે નોંધવુ જરી છે કે સી.આર.પાટીલ સંસદની શહેરી વિકાસ સમિતિના સભ્ય છે તેથી તેઓ બેઠકમાં ભાગ લેવા દિલ્હી જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ચાલી રહેલા કામોની સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ અવાર–નવાર કરે છે.સી આર પાટીલ દિલ્હીની મુલાકાત નક્કી થતાં ની સાથે જ ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે કોઇ નવાજુની થાય એવા તર્ક વિતકેર્ા પાટનગરમાં શરુ થઈ ચૂકયા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button