Breakingઆણંદગુજરાત

આણંદ સહિત 18 શહેરોમાં રાત્રી કરફ્યુ અને નિયંત્રણો આપવામાં આવી મુક્તિ, વેપારીઓને ફરજિયાત કરવું પડશે આ કામ…….

કોરોનાના કહેરને પગલે રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ હવે બીજી લહેર શાંત થઈ ગઈ હોવાથી સરકાર તબક્કાવાર રાહત આપી રહી છે. આજે કોર કમિટીની બેઠકમાં સરકારે 18 શહેરોને નાઈટ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 18 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્ત કર્યા છે.

રાજ્યના કુલ ૩૬માંથી ૧૮ શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ  

Advertisement

કર્ફ્યુ સિવાયના તમામ વિસ્તારોના દુકાનદારો, મોલ, રેસ્ટોરન્ટ, પાર્લર સહિતની વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button