આણંદ
આણંદની વઘાસી ફાટક પર બ્રીજ ઝડપથી બને તે માટે આજે બ્રીજ ઉપર ગડરો ગોઠવવામાં આવી

આણંદ, તા. ૨૫
આણંદના વઘાસી ફાટક પર ઓવરબ્રીજ બનાવવા માટે લાંબા સમયથી કામગીરી ચાલી રહી છે પરંતુ રેલ્વેના ટ્રેક ઉપરના ભાગમાં ગડરો ગોઠવવાની બાકી હોવાથી આ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ હતી ત્યારે આજે કોન્ટ્રાક્ટર દ્વારા રેલ્વે ટ્રેક ઉપરના બ્રીજ પર ગડરો ગોઠવવાનું કામ શરુ કરવામાં આવતા હવે બ્રીજનું કામ ઝડપથી પુર્ણ થશે તેમ લાગી રહ્યું છે.
આણંદ-વઘાસી વચ્ચેની રેલ્વે ફાટક પર ટ્રેનોની વધુ અવર જવર હોવાથી દિવસમાં મોટાભાગના સમયે આ ફાટક બંધ રહેલી હોય રાજ્ય સરકાર દ્વારા આ ફાટક પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કામગીરી ઠપ્પ હતી. ત્યારે આજે ઓવરબ્રીજ બનાવતા કોન્ટ્રાકટર દ્વારા આણંદ-વડોદરા રેલ્વે ટ્રેક પર ટ્રેન યાતાયાત ચાર કલાક માટે બંધ કરવામાં આવ્યું છે અને ઓવરબ્રીજ પર ગડરો ગોઠવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે રેલ્વે ટ્રેકની ઉપર આવેલા બ્રીજ પર ગડરો ગોઠવવાની મુખ્ય કામગીરી પુર્ણ કરી દેવામાં આવશે. જેને લઈ બાકીની બ્રીજની કામગીરી ખુબ જ ઝડપથી પુર્ણ થશે.
Advertisement