આણંદ

રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા ગાના તથા ગામડીમાં જરૂરિયાતમંદોને તાડપત્રીનું વિતરણ કરાયું

આણંદ, તા. 25
વરસાદ ની સીઝન માં કાચાં મકાન માં રહેતા પરિવારોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યા ને દૂર કરવા તથા વરસાદ સામે રક્ષણ મળી રહે તે હેતુથી રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લાના ગાના તથા ગામડી ગામ માં તાડપત્રી નું વિતરણ જરૂરિયાતમંદ લોકો ને કરવામાં આવ્યું. આ પ્રસંગે રૂટ્સ ફાઉન્ડેશન ના પ્રમુખ તનુજભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રમિત શેઠ, ગાના ગામ ના સરપંચ, તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રૂટ્સ ફાઉન્ડેશન ના પ્રમુખ તનુજભાઈ પટેલ એ જણાવ્યું કે સંસ્થા દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ થકી સમાજ ને મદદરૂપ થવાનું એક ઉત્તમ કામ કરી રહ્યું છે અને આ મારી સંસ્થા ના સૌ યુવાનો થકી શક્ય બન્યું છે. મને જણાવતાં આનંદ થાય છે કે મારી સાથે અત્યારે ઘણા યુવાન મિત્રો જોડાઈ રહ્યા છે જેમને નિઃસ્વાર્થભાવે સમાજ કરવામાં વધુ રસ છે, તે તમામ યુવાનો નો હું આભારી છું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button