નવી દિલ્હી

સપ્ટેમ્બર સુધીમાં બજારમાં કોરોના સામેની રસી આવી જશે ઃ આૅક્સફર્ડ વૈજ્ઞાનિકો

લંડન,તા.૨૦
બ્રિટિશ યુનિવર્સિટી આૅક્સફર્ડના વેક્સિનાલાજી વિભાગના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સપ્ટેમ્બર સુધીમાં બજારમાં કોરોના સામેની રસી આવી જશે.
બ્રિટિશ યુનિવર્સિટી આૅક્સફર્ડના વેક્સિનાલાજી વિભાગના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સપ્ટેમ્બર સુધીમાં બજારમાં કોરોના સામેની રસી આવી જશે. સંશોધક પ્રોફેસર સારા ગિલ્બર્ટે કહ્યું હતું કે તેઓ આ મહામારીની દવા શોધવા માટે કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૨ ટ્રાયલ થઈ ચૂકી છે. આ વેક્સિનના માત્ર એક જ ડોઝથી દરદીની રોગપ્રતિકારક ક્ષમતામાં સુધારો જોવા મળે છે. આ રસીની ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઈ ચૂકી છે.
આ વેક્સિનની સફળતા પર અમને વિશ્વાસ છે એમ જણાવતા તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિના સુધીમાં તેના ૧૦ લાખ ડોઝ બજારમાં ઉપલબ્ધ કરી શકાશે. આૅક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોને આ રસીની સફળતા પર એટલો વિશ્વાસ છે કે તેમણે તેનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે. દુનિયાના વિવિધ હિસ્સામાં સાત ઉત્પાદકો દ્વારા રસીનું ઉત્પાદન કરાવવાની તેમની યોજના છે. આ સાતમાંથી ત્રણ બ્રિટન, બે યુરોપ અને એક ચીન અને એક ભારતમાં હશે. હાલમાં ૧૫૦ લોકો પર તેની ટ્રાયલ કરવામાં આવી રહી છે. ત્રીજા સ્ટેજમાં આ વેક્સિનની ટ્રાયલમાં ૫૦૦૦ લોકો ભાગ લેશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button