નવી દિલ્હી

અમદાવાદ રથયાત્રાની તૈયારી,૧૪ કલાકની રથયાત્રા છ કલાકમાં જ પૂર્ણ થઇ જશે

આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધી ઃ મંદિરમાં ભંડારો

અમદાવાદ,તા.૧૦
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની જાેરદાર તૈયારી હાથ ધરવામાં આવી છે. ભગવાન જગન્નાથ મોસાળથી નિજ મંદિરમાં પરત ફર્યા છે. આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધી શરૂ કરવામાં આવી ચુકી છે. આજે મંદિરમાં સાધુ સંતો માટે ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવારની સાથે મંદિરમાં પુજામાં ભાગ લીધો હતો. ભંડારામાં માલપુઆ અને દુધપાકનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ભગવના જગન્નાથની ઐતિહાસિક ૧૪૪મી રથયાત્રા સોમવારના દિવસે પરંપરાગત રીતે સંચારબંધી વચ્ચે નિકળનાર છે. કોરોના કાળની સ્થિતી હોવાના કારણે આ વખતે આ વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રા પહેલા આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સરસપુર મામાના ઘરેથી નિજમંદિરે પરત ફર્યાછે. નિજ મંદિર પરત ફર્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવાની વિધી કરવામાં આવી હતી. નેત્રોત્સવની વિધી સવારમાં શરૂ કરવામાં આવી હતી. આ વિધીમાં યજમાનો ઉપરાંત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભાગ લીધો હતો. નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ વિધી યોજાઇ હતી. ભગવાન આજે નિજ મંદિરમાં પરત ફરતા પહેલા જ દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરમાં સાધુ સંતો માટે શાનદાર ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ભગવાન જગન્નાથ નિજ મંદિરમાં પરત ફરતા ઉત્સવ અને આનંદનો માહોલ મંદિર ખાતે દેખાયો હત. ૧૦૦૦ જેટલા લોકો માટે ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુ છે. વહેલી સવારથી જ ભંડારાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. સવારથી જ મંદિરના રસોડામાં ૫૦૦ લીટર દુધનો દુધપાક બનાવવામાં આવ્યો છે. ચણાનુ શાક પુરી અને માલપુઆ બનાવવામાં આવી રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button