નવી દિલ્હી

ગરીબ ખેડૂતના દીકરાને એમેઝોનમાં મળી જાેબ,ઓફર થયું ૬૭ લાખનું પેકેજ

 

નવી દીલ્હી,તા.૧૬
પાનીપતના એક ખેડૂતના ૨૨ વર્ષીય પુત્રને કે એમેઝોનમાં વાર્ષિક ૬૭ લાખ પિયાનું પેકેજ મળ્યું છે. તેમની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે તેણે ટુશન આપીને પોતાના બીટેકની ફી ચૂકવી હતી. સોનીપતની દીનબંધુ છોટુ રામ યુનિર્સિટી ઓફ સાયન્સ અને ટેકનોલોજીના અવનિશ છિકારાના પિતા ક્રાવેરી ગામમાં ખેડૂત અને ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. જાેકે, તેમણે કરેલી આકરી મહેનત લેખે લાગી છે અને તેમના પુત્રએ તેમને ગર્વ અપાવ્યો છે.મીડિયા સાથેની વાતચીતમાં અવનિશે તેના અને તેના પરિવારે કરેલા સંઘર્ષની વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે, ઘણી વખત એવો સમય પણ આવ્યો હતો કે મારી પાસે યુનિવર્સિટીની ફી ભરવાના રૂપિયા પણ ન હતા પરંતુ ગમે તેમ કરીને ફી ભરી લેતો હતો. તે માટે ટુશન પણ આપતો હતો.અવનિશે જણાવ્યું હતું કે તે પોતાના એન્જીનિયરિંગ કલાસ પૂરા કર્યા બાદ દરરોજ ૧૦ કલાક અભ્યાસ કરતો હતો. તેણે કોરોના કાળ દરમિયાન એમેઝોનમાં ઈન્ટર્નશિપ માટે અરજી કરી હતી ૨.૪૦ લાખ રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવતા હતા. તેણે કહ્યું હતું કે ઈન્ટર્નશિપ પૂરી કર્યા બાદ અમેરિકાની આ જાયન્ટ કંપનીએ તેને ૬૭ લાખ રૂપિયા પ્રતિ વર્ષના પેકેજની ઓફર કરી હતી. જે એક વર્ષ બાદ ૧ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.યુનિવર્સિટીના વાઈસ–ચાન્સેલર પ્રોફેસર અનાયથે અવનિશને તેની સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આર્થિક તંગી ધરાવતા પરિવારમાંથી આવતા વિધાર્થીએ આટલી મોટી સિદ્ધિ મેળવી તેનો તેમને ગર્વ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button