નવી દિલ્હી

વીજળીના તડકામાં નુકશાન પામેલી દ્વારકાધીશ મંદિર પર નવી ધજા ચડાવામાં આવી

દ્વારકા,તા.૧૯
દ્વારકાના જગત મંદિર પર ગત મંગળવારે કડાકાભડાકા સાથે પડેલ વરસાદ બાદ જગત મંદિર પર આકાશી વીજળી પડી હતી. જેમાં મંદિરની ધ્વજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. જગત મંદિર પર વીજળી પડયા બાદ ધ્વજા આરોહરણ અડધી કાઠીએ થતું હતું. ભારતીય પુરાતત્વ વિભાગ અને ધ્વજા સમિતિએ ધ્વજા અને દંડના નુકસાન અંગેનો સર્વે કર્યો હતો અને શનિવારે ૧૫ જેટલા અનુભવી કારીગરોએ જગત મંદિરના શિખર પર રીપેરીંગ કામ હાથ ધર્યું હતું. રવિવારે પહેલી કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી હતી. ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.
૧૫ જેટલા અનુભવી કારીગરો દ્વારા દ્વારકાના જગત મંદિર પર ધ્વજા શિખર પાસેની પાટલી અને સ્તંભ પર ત્રણ નવી તાંબાની રીંગ બેસાડી લાઈટિંગ અરેસ્ટર જે વીજળીને સ્કેપચર કરી શકે તે ફીટ કરી આજે રવિવારના રોજ પહેલી કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી હતી. ધ્વજા આરોહણ કરાતાં ભાવિક ભક્તોએ આનંદ વિભોર બની આ સ્મૃતિને દુરથી કેમેરામાં કેદ કરી હતી.
ગૂગળી બ્રાહ્મણ વત્સલ પુરોહિતે જણાવ્યું હતું કે, મંગળવારે દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં વિજળીને પરમાત્માએ પોતાના મસ્કત ઉપરથી પોતાના ચરણમાં સમાવી દીધી અને ત્યારબાદ ધ્વજા નીચેના સ્થભ પર આરોહણ થતી હતી. જ્યારે હવે તમામ એજન્સીઓએ ચેક કરી ધ્વજાની બધી જ વસ્તુઓ ખૂબ સુંદર અને મજબૂત રીતે તૈયાર કરી શનિવારે બપોર સુધીમાં ૧૫ અનુભવી કારીગરો દ્વારા કામ પૂર્ણ થયું હતુ અને રવિવારે પ્રથમ કેશરી ધ્વજા દ્વારાકાધિશ મંદિરના નિયત સ્થાન પર આહોરણ થઈ ગઈ હતી.
ગયા મંગળવારે દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં, જગતમંદિરની ધ્વજા પર વીજળી પડતા દંડને નુકસાન થયું હતું. ધ્વજા પર વીજળી પડતો લાઈવ વીડિયો પણ વાઈરલ થયો હતો. જ્યારે લોકો માની રહ્યા છે કે, ભગવાન દ્વારકાધીશજીએ જ દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી. સ્વભાવિક છે કે, આ વીજળી મંદિર આસપાસના રહેણાંક વિસ્તારમાં પડી હોતો તો સંભવિત જાનહાનિ થઈ હોત. ધ્વજા પર વિજળી પડ્યા બાદ ધ્વજા નીચેના સ્થભ પર આરોહણ થતી હતી. ત્યારબાદ પુરાતત્વ વિભાગ અને ધ્વજા સમિતિએ ધ્વજા અને દંડને થયેલા નુકસાનનો સર્વે કર્યો હતો અને ૧૫ જેટલા અનુભવી કારીગરો દ્વારા જગત મંદિરના શિખર પર રીપેરીંગ કામ હાથ ધરાયું હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button