આણંદ

માસિકચક્ર સંવાદ મારી લાડલીને એક શીખ અંતર્ગત મહિલા મોરચાના પ્રદેશ મંત્રી નીપાબેન પટેલ દ્વારા ૩ હજાર સેનેટરી પેડનું વિતરણ

આણંદ, તા. ૨૧
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના એક વર્ષના સફળ નેતૃત્વ નિમિત્તે પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નીપાબેન પટેલ દ્વારા માસિકચક્ર સંવાદ યોજાયો અને આણંદની એન. એસ. પટેલ કોલેજમાં માસિકચક્ર સંવાદ લોન્ચ કરાયો.
સેનેટરી નેપકીનસ દરેક મહિલાની જરુરીયાત છે. કપડાનો ઉપયોગ કરવાને કારણે મહિલાઓને ઘણી સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. ત્યારે છેવાડાની દિકરીઓ માટે દિકરીઓના સ્વાસ્થ્ય જતન માટે નીપાબેને બીડુ ઝડપ્યું છે. આનો ઉદ્દેશ દિકરીઓને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન આપવાનો છે. જેથી દિકરીના સ્ત્રીત્વનું પહેલું પગલું  આવકારતા પ્રદેશ ભાજપ મોરચા દ્વારા માસિકચક્ર સંવાદ માં-દિકરી સંવાદ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત બેન-દિકરીઓને ૩ હજારથી વધુ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આવતીકાલથી શરુ થતા ગૌરી વ્રતને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રુટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button