આણંદ

આણંદની જુની મામલતદાર કચેરીમાં જર્જરીત વૃક્ષ મોટી દુર્ઘટના સર્જે તો નવાઈ નહી

આણંદ, તા. ૨૧
આણંદ રેલ્વે ગોદી પાસે જુની મામલતદાર કચેરીમાં દિવાલની અંદર જ તોતીંગ વૃક્ષ આવેલું છે. વર્ષો જુનું વૃક્ષ ગમે ત્યારે ધરાશાઈ થાય તો મકાનને નુકસાન પહોંચાડે તેમ છે. સાથે સાથે વીજ લાઈન પણ પસાર થાય છે. વરસાદમાં વૃક્ષ પડે તો વીજ લાઈન તુટી જવાની સંભાવના છે. જ્યારે આ જર્જરીત દિવાલને લીધે ઉગેલા વૃક્ષને તાત્કાલિક હટાવવામાં આવે તે જરુરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ચોમાસા પહેલા વીજ લાઈન નજીકથી પસાર થતા વૃક્ષોનું કટીંગ કરવામાં આવે છે પરંતુ મામલતદાર કચેરીની અંદર વૃક્ષની ડાળીઓ વચ્ચેથી વીજ લાઈન પસાર થઈ રહેલી છે તેમ છતાં તેનું કટીંગ કરવામાંઆવતું નથી. વૃક્ષ જુનું હોય અને તેની ડાળીઓ ઘટાદાર છે. જેથી જાે વૃક્ષ ધરાશાઈ થાય તો જુની મામલતદાર કચેરીના મકાનને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે ત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા વૃક્ષને હટાવવાની મંજુરી લઈને દુર કરવામાં આવે તે જરુરી છે. જુની મામલતદાર કચેરીમાં કેટલીક કચેરીઓ ચાલે છે જેમાં કર્મચારીઓ કામ કરે છે. જાે આ સમયગાળા દરમિયાન વૃક્ષ ધરાશાઈ થાય તો જાનહાની થવાની પણ સંભાવના છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button