આણંદ

ઓનલાઇન ક્લાસ માટે મોબાઈલ ફોન કર્યો ગિફ્ટ ગુજરાત ના સોનુ સૂદ બની રહ્યા છે “તનુજ પટેલ’

આણંદ, તા. 21
આપણે બધા જાણીએ છીએ કે ઘણા સમાજસેવકો આગળ આવીને જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બની રહ્યા છે. આ મુશ્કેલીના સમયમાં ઘણા પરિવારો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર માં ફિલ્મ અભિનેતા સોનુ સૂદ એ ઘણા લોકોને મદદરૂપ બનવાનું કાર્ય કર્યું છે. આજે આપણે સોનુ સૂદ જેવા જ સામાજિક કાર્યકર વિશે વાત કરીશું અને તે છે આણંદ સ્થિત કાર્યરત રૂટ્સ ફાઉન્ડેશનના સ્થાપક તનુજ પટેલ.
તનુજ પટેલ તથા તેમની સંસ્થા રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા સમાજના ઉત્થાન માટે વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જરૂરિયાતમંદ ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરવું કે પછી તેમના આરોગ્યની ચિંતા કરી તેમના ઘર સુધી નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવું. છેલ્લા પાંચ વર્ષથી રૂટ્સ ફાઉન્ડેશન આવી સામાજિક પ્રવૃત્તિઓ થકી સમાજમાં ખુબ નામના મેળવી રહ્યું છે. અત્યારના જમાનામાં સોશિયલ મિડિયા થકી લોકો પોતાની જરૂરિયાત આવા સમાજસેવકો સુધી પહોંચાડે છે ત્યારે આવી રજૂઆત તનુજ પટેલને મળતા તેમને માંગણીઓને પુરી કરી મદદરૂપ બની રહ્યા છે. આણંદ જિલ્લાના બે બાળકો કે જેમને ઓનલાઇન ક્લાસ માટે એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની જરૂરિયાત હતી તેમને મોબાઇલ ફોન ગીફ્ટ કર્યો છે. આવા કપરાં સમયમાં ઘણી કંપનીઓ પોતાના કામદારોને નોકરી પર થી નીકળવામાં આવે છે ત્યારે તનુજ પટેલ એ ૩ વ્યક્તિઓને નોકરી ની વ્યવસ્થા કરાવી આપી છે. આ રીતે તનુજ પટેલ તથા તેમની સંસ્થા લોકો ને મદદરૂપ બની પ્રજાજનોના પડખે ઉભા રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button