નવી દિલ્હી

૧૩૫ તાલુકામાં વરસાદ પરંતુ માત્ર ૨૭ તાલુકામાં એક ઈચથી વધુ

દક્ષિણ ગુજરાત સર્જાયેલું સાયકલોનિક સરકયુલેશનઃ હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

 

અમદાવાદ,તા.૨૧
સમગ્ર રાજયના કુલ ૧૩૫ તાલુકાઓમાં સામાન્ય ઝાપટાંથી અઢી ઈંચ વરસાદ થયો છે પરંતુ માત્ર ૨૭ તાલુકા એવા છે કે જેમાં એક ઈંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી અને બોડેલીમાં અઢી ઈંચ વરસાદ થયો છે તાપી જિલ્લાના ડોલવણ માં પણ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં દરિયાની સપાટીથી ૩.૬ કિલોમીટરની ઐંચાઈ પર સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ છે અને તેની અસરના ભાગપે આગામી પાંચ દિવસ નવસારી વલસાડ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ ૨૪થી વરસાદનો વિસ્તાર વધશે અને દક્ષિણ ગુજરાત ઉપરાંત બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા ભચ સુરત ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં નોર્થવેસ્ટ દિશામાં આગામી ૪૮ કલાકમાં લો પ્રેશર સર્જાશે અને તેની અસરના ભાગપે પૂર્વ મધ્ય અને ઉત્તર પશ્ચિમના રાયોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ બંગાળની ખાડીમાં સર્જનારા લો પ્રેશરની અસર અરબી સમુદ્રમાં પણ જાેવા મળશે અને દરિયામાં કરટં આવશે.૪૮ કલાકમાં લો પ્રેશર સર્જાયા બાદ વરસાદનું જાેર વધશે અને નૈઋત્યનું ચોમાસુ વધુ મજબૂત બનશે.આગામી તારીખ ૨૭ આસપાસ બીજું લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાય તેમ જણાઈ રહ્યું છે પરંતુ હજુ તે અંગે ચોક્કસ ર્નિણય પર આવતા પહેલા ત્રણેય દિવસનો સમય થશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button