નવી દિલ્હી

લોકસભાની ચૂંટણીને લઇ તૃણમૂલની તૈયારીઓ પૂરજાેશમાં

નવી દીલ્હી,તા.૨૧
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીની પાર્ટીએ પિમ બંગાળ સિવાય ૨૧ જુલાઇએ દેશભરમાં વચ્ર્યુઅલ રેલી યોજવાનો ર્નિણય કયેર્ા છે. જાેકે, આ વખતે કોરોનાને કારણે આ રેલી વચ્ર્યુઅલ બનવા જઇ રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી બંગાળ તેમજ અન્ય રાયોમાં પણ લોકોને સંબોધિત કરવા માગે છે.
આજના કાર્યક્રમના ૪૮ કલાક પહેલા, ટીએમસીએ આગામી લોકસભાની ચૂંટણીઓ માટે તેની ટેગલાઇન ‘જાદેર દેશ ચાઇ છે’ નું ઉદઘાટન પણ કયુ હતું. તેનો અર્થ કે દેશ જેને ચાહે છે. સીએમ મમતા અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની નજર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાય ગુજરાત પર છે. અમદાવાદમાં પહેલીવાર તેમના પોસ્ટર–બેનર્સ જાેવા મળ્યા છે.મમતા બેનર્જી ૨૧ જુલાઇએ શહીદ દિવસ તરીકે ઉજવે છે અને આજે મમતા આ દિવસે દેશભરમાં વર્ચુઅલ રેલી યોજવા જઇ રહી છે. મેગા ઇવેન્ટ મુલતવી રાખેલી કોરોના વાયરસને કારણે આ વર્ષે ૨૧ જુલાઇએ એક મેગા ઇવેન્ટ યોજવાની સંભાવના છે. જેમાં મમતા બેનર્જી ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી માટે તેમનો અભિયાન શરૂ કરે તેવી સંભાવના છે. પરંતુ હવે કોરોના વાયરસને કારણે મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું નથી.મીડિયા અહેવાલો અનુસાર, મમતા બેનરજી ફેસબુક પર લાઇવ જશે અને બપોરે વચ્ર્યુઅલ રેલીને સંબોધન કરશે. સંભવ છે કે આ રેલી દ્રારા તે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી માટે પોતાનો અભિયાન શરૂ કરશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button